7 અને 8 માર્ચે ગુજરાત પ્રવાસે આવેલા રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓમાં જોશ ભરવાનો પ્રયાસ કર્યો હતો. રાહુલ ગાંધીએ વાસ્તવિકતાનો સ્વીકાર કરતા કહ્યું હતુ કે, રાહુલ ગાંધી અને સેક્રેટરી તથા અધ્યક્ષ સહિત અમે નિષ્ફળ રહ્યા છીએ. આ વાત કરવામાં હું શરમ પણ અનુભવતો નથી. જો આપણે સંબંધો બનાવવા છે તો બે ગ્રુપનું કંઈક કરવાનું છે. જો કાર્યવાહી કરવી પડશે તો કરીશું. 10થી 15 લોકોને કાઢી મૂકવા પડે તો કાઢી નાખીશું. રાહુલ ગાંધીની આ ટકોર બાદ ગુજરાત કોંગ્રેસના નવસર્જનના પ્રયાસો શરૂ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. આજે અમદાવાદ આવેલા કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ ગુજરાત પ્રવાસ દરમિયાન જે દિશાનિર્દેશ આપ્યા છે તેને ગંભીરતાથી લેવામાં આવી રહ્યા છે અને તેના પર કામગીરી કરવામાં આવી રહી છે. જે નેતાઓ કોંગ્રેસમાં રહીને જ પક્ષને નુકસાન કરી રહ્યા છે તેઓને શોધવામાં આવી રહ્યા છે. 8 અને 9 એપ્રિલે ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળશે
આગામી આઠ અને નવ એપ્રિલ બે દિવસ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતના અમદાવાદ ખાતે સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાવાનું છે. તે પહેલા તાજેતરમાં જ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા તથા તેમણે કોંગ્રેસમાં નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આજે કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદ ખાતે આવ્યા છે. જેઓ અધિવેશનને લઈ ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક યોજી ચર્ચા વિચારણા કરશે. આ પણ વાંચોઃ રાહુલ ગાંધીએ 6 કલાકમાં 5 બેઠકો યોજી નેતાઓના ક્લાસ લીધા રાહુલ ગાંધીએ જે બાબતે ધ્યાન દોર્યું છે તે અંગે કામગીરી થશે- વાસનિક
અમદાવાદ આવેલા કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે કહ્યું હતું કે, ગુજરાતમાં સંગઠનને કેવી રીતે મજબૂત કરવું તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે અને તે વિષય પર જ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધી અમદાવાદ આવ્યા ત્યારે તેમણે જે બાબતોનું ધ્યાન દોર્યું છે તેને ગંભીરતાથી લેવામાં આવી રહી છે અને તે બાબતે કામગીરી કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી તમામ રાજ્યમાં કોંગ્રેસ તથા વિપક્ષને નબળો પાડવા પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીને કેવી રીતે ચાલવું તે દ્રશ્ય અને રસ્તો સ્પષ્ટ છે. જ્યાં જ્યાં જે જે કરવું પડશે તે કરવા માટે હવે કોંગ્રેસ પાર્ટી સજ્જ છે. કોંગ્રેસના કેટલાક નેતાઓ કોંગ્રેસમાં રહીને પક્ષને નુકસાન કરી રહ્યા છે તેમને શોધવામાં પણ આવી રહ્યા છે. રાહુલ કહ્યું હતું- ગુજરાત કોંગ્રેસના અડધા નેતા ભાજપ સાથે મળેલા
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી 7-8 માર્ચ ગુજરાતમાં રહ્યા હતા. (8 માર્ચ) 2 હજાર કોંગ્રેસના કાર્યકરો માટે જેડ હોલમાં સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા અને શહેરના કોંગ્રેસના હોદ્દેદારોની અને સેલ ડિપાર્ટમેન્ટના પ્રમુખો પણ હાજર હતા. આ 45 મિનિટના કાર્યક્રમને 25 મિનિટ સંબોધતાં રાહુલ ગાંધી એકદમ તડાફડી અને આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા.તેમણે કોઈપણની શેહ શરમ ભર્યા વિના કહ્યું હતું કે, રાહુલ ગાંધી અને સેક્રેટરી તથા અધ્યક્ષ સહિત અમે નિષ્ફળ રહ્યા છીએ. આ વાત કરવામાં હું શરમ પણ અનુભવતો નથી. જો આપણે સંબંધો બનાવવા છે તો બે ગ્રુપનું કંઈક કરવાનું છે. જો કાર્યવાહી કરવી પડશે તો કરીશું. 10થી 15 લોકોને કાઢી મૂકવા પડે તો કાઢી નાખીશું. 5 ટકા વોટ શેર વધ્યો એટલે વાત પૂરી.(સંપૂર્ણ સમાચાર વાંચો) ગુજરાત પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ મહત્વના 5 મુદ્દા પર ભાર મૂક્યો હતો