સમગ્ર રાજ્યમાં ધુળેટીનું હટકે સેલિબ્રેશન આજે સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર ધુળેટીની ઉજવણી કરવામાં આવશે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતનાં શહેરોમાં પૂલ પાર્ટી, રેઇન ડાન્સ તેમજ અબીલ ગુલાલના રંગે સેલિબ્રેશન કરાશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો કૃષ્ણ મંદિરોમાં ભક્તોનુ ધોડાપૂર ઊમટી પડ્યું આજે ધુળેટીનો પર્વ હોવાથી વહેલી સવારથી જ દ્વારકા, ડાકોર, શામળાજી સહિતનાં કૃષ્ણ મંદિરોમાં ભક્તોનું ધોડાપૂર ઊમટી પડ્યું. મંદિર પરીસરો જય રણછોડના નાદથી ગુંજી ઊઠ્યા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સમગ્ર રાજ્યમાં હોલિકા દહન કરવામાં આવ્યું ગત રોજ રાજ્યમાં હોલિકા પર્વની ઉજવણી કરવામાં આવી. ગાંધીનગરના પાલજમાં રાજ્યની સૌથી ઊંચી હોલિકાનું દહન કરવામાં આવ્યું. જ્યાં હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સુરતમાં વધુ એક લૂંટ વિથ ગેંગરેપની ઘટના સુરતમાં વધુ એક લૂંટ વિથ ગેંગરેપની ઘટના બની. મૂળ મહારાષ્ટ્રની અને ભાવનગરમાં રહેતી મહિલા પર સુરતમાં બે શખસોએ દુષ્કર્મ આચર્યું. સાથે જ સોનાની વસ્તુઓ સહિત રોકડ રૂપિયાની લૂંટ કરી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 18 બાળકોનું રેસ્ક્યૂ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની શી ટીમે અમદાવાદમાંથી ભિક્ષાવૃત્તિ કરતા 18 બાળકોનું રેસ્ક્યૂ કર્યું. બાળકો પાસે ભિક્ષાવૃત્તિ કરાવનાર આરોપીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો. હોળીની જ્વાળા પરથી ચોમાસું સારું રહેવાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હોળીની જ્વાળા પરથી આ વર્ષે ચોમાસું સારું રહેવાની આગાહી કરી. હોળીની જ્વાળા પરથી ચોમાસાનો અંદાજ લગાવવાની એક પરંપરા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો આજથી ગરમીમાં મળશે આંશિક રાહત હવામાન વિભાગની આગાહી મુજબ આજથી ગરમીમાં આંશિક રાહત મળશે. પવનની દિશા બદલાતા આગામી પાંચ દિવસમાં તાપમાનમાં બે થી ચાર ડિગ્રીનો ઘટાડો થઈ શકે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો