back to top
Homeગુજરાતશું આ અમદાવાદમાં રહેવું સુરક્ષિત છે હવે?:જે સામે મળ્યા એને માર્યા, ગાડીઓના...

શું આ અમદાવાદમાં રહેવું સુરક્ષિત છે હવે?:જે સામે મળ્યા એને માર્યા, ગાડીઓના કાચ ફોડ્યા, ટુ-વ્હીલર ચાલકોને ઉભા રાખી માર્યા; વસ્ત્રાલમાં ગેંગવોરમાં નિર્દોષ લોકો પર બેફામ હુમલો

અમદાવાદમાં એક તરફ હોલિકા દહન માટે પરિવારજનો ઘરની બહાર નીકળ્યા હતા તે સમયે વસ્ત્રાલ વિસ્તારમાં ગુનેગારો બેફામ બનીને રસ્તા પર ઉતરી આવ્યા હતા. જાણે કોઈને ડર ન હોય તેમ તેઓ હથિયારો લઈને નીકળી પડ્યા. અને જે સામે આવ્યા તેને માર માર્યો. દુકાનો, વાહનોમાં તોડફોડની સાથે જે સામે મળ્યા તે બધાને રીતસરના માર્યા. એક તરફ શહેરમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ અને વ્યવસ્થાની વાતો થતી હતી ત્યારે રીતસર વસ્ત્રાલમાં લોકો આતંકથી ફફડી રહ્યા હતા. આ પ્રકરણમાં પોલીસ કેટલાક લોકોની અટકાયત કરી હોવાની વાત સામે આવી છે. પંકજ ભાવસાર-સંગ્રામ નામના લોકોની ગેંગ એકબીજાને મારવા ફરતી હતી
અમદાવાદ શહેરના વસ્ત્રાલ પાસે આવેલા મહાદેવનગર નજીક સાંજે હોલિકા દહન માટે લોકો નીકળ્યા હતા આ સમયે જૂની અદાવતમાં પંકજ ભાવસાર અને સંગ્રામ નામના લોકોની ગેંગ એકબીજાને મારવા માટે ફરતી હતી પરંતુ બંનેને એકબીજાના માણસો મળતા ન હતા. એ સમયે આ બધા લોકોનું એક ટોળું મહાદેવનગર નિરાંત ચોકડી તરફ આગળ વધી રહ્યું હતું તેઓ પોતાના અદાવત હોય તેવા લોકો મળતા ન હોવાથી રસ્તામાં જે પણ આવતા તેમને મારતા હતા. પથ્થમારો કરી ગંદી ગાળો બોલતા હતા
પથ્થરમારો શરૂ કર્યો અને હથિયારો લઈને ગંદી ગાળો બોલતા જે સામે મળે તેને મારતા હતા. અચાનક વિસ્તારમાં થયેલી અફરાતફરીથી સ્થાનિકો ફ્ફડી ઉઠ્યા હતા. અને થોડીવાર તો શું કરવું તેની પણ કંઇ ખબર નહોતી પડતી. પથ્થરમારામાં 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
લુખ્ખાઓએ દુકાનોમાં પથ્થરો મારવાના શરૂ કર્યા જેમાં બે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. જેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ પોલીસને જાણ કરવામાં આવી હતી. બાદમાં પોલીસે આવીને 10 જેટલા લોકોની અટકાયત કરી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. અંગત અદાવતમાં બહાર આવ્યા હતા
આ અંગે રામોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સુરેશ ચૌધરીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે ગુનેગારો પોતાની અંગત અદાવતમાં બહાર આવ્યા હતા. પરંતુ તેમને સામાન્ય લોકોને નુકસાન કરવાનું શરૂ કર્યું તેમાં બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત થતાં જીવલેણ હુમલા અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments