હિંમતનગર સહિત સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં શુભમુહૂર્તમાં હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો. હિંમતનગરના વિવિધ વિસ્તારોમાં લોકોએ ભક્તિભાવપૂર્વક હોલિકા દહનમાં ભાગ લીધો હતો. શહેરના ટાવર ચોક, મહાવીરનગર ચાર રસ્તા, પોલોગ્રાઉન્ડ અલકાપુરી, ન્યાય મંદિર પાસે, મહેતાપુરા ગાયત્રી મંદિર પાસે સહિત 20થી વધુ વિસ્તારોમાં હોલિકા દહન કરવામાં આવ્યું હતું. લોકોએ વિધિવત પૂજન-અર્ચન કર્યા બાદ પ્રદક્ષિણા કરી હતી. શ્રીફળ અને ધાણી અર્પણ કરીને પૂજા સંપન્ન કરી હતી. ટાવર ચોક ખાતે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ પૂજન-અર્ચન કરી પ્રાર્થના કરી હતી. હિંમતનગર તાલુકાના રાયગઢ ગામમાં પણ હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો. ગામના લોકો અને ઓડ સમાજના લોકોએ વિધિસર પૂજા-અર્ચના કરી હતી. તેમણે પ્રદક્ષિણા કરી ધૂન-ભજન કર્યા હતા.