back to top
Homeમનોરંજનબિપાશા બાસુ અને ડીનો મોરિયાનો બ્રેકઅપ સમયનો કિસ્સો:એક્ટરે કહ્યું- ફિલ્મના સેટ પર...

બિપાશા બાસુ અને ડીનો મોરિયાનો બ્રેકઅપ સમયનો કિસ્સો:એક્ટરે કહ્યું- ફિલ્મના સેટ પર તે આખો દિવસ ઉદાસ રહેતી, મારા માટે ખૂબ જ મુશ્કેલ સમય હતો

બિપાશા બાસુ અને ડીનો મોરિયાની જોડીને હજુ પણ 2002ની ફિલ્મ ‘ રાઝ ‘ના કારણે યાદ કરવામાં આવે છે . આ ફિલ્મે તેની વાર્તા અને ગીતોથી લોકોના દિલ તો જીતી લીધા , પણ બંનેની જબરદસ્ત જોડી પણ સમાચારમાં રહી.​​​​ પરંતુ ‘ રાજ ‘ના શૂટિંગ દરમિયાન , બંનેના અંગત જીવનમાં ઘણા ઉતાર – ચઢાવ આવ્યા.​​​ પિંકવિલા સાથે વાત કરતા ડીનોએ જણાવ્યું કે, આ ફિલ્મ દરમિયાન તેનું અને બિપાશાનું બ્રેકઅપ થવાનું હતું , જેને સંભાળવું બંને માટે સરળ નહોતું .​​​​​ સેટ પર બિપાશા દરરોજ ઉદાસ રહેતી
ડીનો મોરિયાએ જણાવ્યું કે ‘રાઝ’ ના શૂટિંગ દરમિયાન બિપાશા સાથેનો તેમનો સંબંધ તૂટી રહ્યો હતો અને આ બ્રેકઅપની અસર બિપાશા પર સ્પષ્ટપણે દેખાઈ રહી હતી .​​​ ડીનો કહે છે , ‘ જ્યારે અમે ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા, ત્યારે અમે બ્રેકઅપમાંથી પસાર થઈ રહ્યા હતા. સાચું કહું તો મેં પોતે જ આ સંબંધ તોડવાનો નિર્ણય લીધો કારણ કે કેટલીક બાબતો બરાબર ચાલી રહી ન હતી . બિપાશા માટે આ ખૂબ જ મુશ્કેલ સમય હતો અને મને સેટ પર દરરોજ તેનો ઉદાસ ચહેરો જોવો પડતો હતો . મારા માટે પણ આ સરળ નહોતું. બંનેએ પોતાના સંબંધને બચાવવા માટે ખૂબ જ પ્રયાસ કર્યા , પરંતુ પરિસ્થિતિ તેમના હાથમાંથી નીકળી ગઈ હતી . ડીનોએ કહ્યું , અમે અમારા અલગ રસ્તા પસંદ કર્યા હતા. અમે પણ આ સંબંધને સંભાળવાનો પ્રયાસ કર્યો , પણ કંઈ બરાબર થઈ રહ્યું નહોતું . આખરે મેં નક્કી કર્યું કે આગળ વધવું વધારે સારું રહેશે. ‘બધું સમય પર છોડી દેવું જોઈએ’
બ્રેકઅપ દરમિયાન , ડીનો અને બિપાશા એક જ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા હતા , જેના કારણે તેમના માટે કામ વધુ મુશ્કેલ બન્યું . ડીનો કહે છે, જે વ્યક્તિ સાથે તમે આટલા વર્ષો વિતાવ્યા છો તેનાથી દૂર જવું મુશ્કેલ છે. આ ઉપરાંત , સાથે કામ કરવું વધુ મુશ્કેલ બની જાય છે . પણ સમય બધું જ સરખું કરી દે છે. ડીનોના મતે, તે સમયે બધું મુશ્કેલ લાગે છે, પરંતુ વ્યક્તિએ હંમેશા એવું માનવું જોઈએ કે સમય સાથે બધું જ સરખું થતું જાય છે. બધું સમય પર છોડી દેવું જોઈએ.​ ડીનો મોરિયા અને બિપાશા બાસુ પહેલી વાર એક મિત્ર દ્વારા બ્લાઈન્ડ ડેટ પર મળ્યા હતા . રિલેશન 1996થી 2001 સુધી ચાલ્યું, પરંતુ ‘ રાજ ‘ ના શૂટિંગ દરમિયાન તેઓ અલગ થઈ ગયાં .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments