આજે (14 માર્ચે) ફાગણ સુદ પૂનમના દિવસે ગુજરાતનાં મુખ્ય મંદિરોમાં રંગેચંગે હોળી પર્વની ઉજવણી શરૂ. આ દિવસે દ્વારકા, શામળાજી, અંબાજી, બોટાદ અને ડાકોરનાં મંદિરમાં ભગવાન ભક્તો સંગ હોળી રમશે. પવિત્ર યાત્રાધામોમાં આજે આજે ધુળેટીના દિવસે હૈયાથી હૈયું દળાય તેટલી ભાવિકોની ભીડ ઊમટી છે. ડાકોર મંદિર પરિસર “જય રણછોડ માખણ ચોર”ના નાદના ગગનચુંબી જયઘોષથી ગુંજી ઊઠ્યું છે. વહેલી સવારે ચાર વાગ્યે મંદિરના દ્વાર ખૂલતા જ ભક્તોએ ભગવાન તરફ દોડ લગાવી હતી અને મંગળા આરતીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વહેલી સવારે મંગળા આરતીનાં દર્શન માટે મંદિરના દ્વાર આગળ લાઈન લગાવી હતી. આ પણ વાંચો: સાળંગપુરમાં 80 ફુટ ઉંચેથી ભક્તો પર રંગોનો બ્લાસ્ટ; 50 નાસિક ઢોલના તાલે હરિભક્તો ઝુમ્યા