વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ મુક્તાનંદ સર્કલ પાસે ગઈકાલે(12 માર્ચ, 2025) રાત્રે નશામાં ચૂર કાર ચાલકે 8 લોકોને અડફેટે લઈને ફુટબોલની જેમ ફંગોળ્યા હતા. જેમાં ઘટના સ્થળે જ હેમાલી પટેલ નામની મહિલાનું મોત થયું હતું. જ્યારે 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાને પગલે પોલીસ આરોપી કાર ચાલક રક્ષિત ચોરસિયા અને તેની બાજુમાં બેઠેલા યુવક(પ્રાંશુ)ની ધરપકડ કરી કરી છે. આ બન્ને યુવકે ડ્રગ્સ લીધું હોવાનો પણ ખુલાસો થયો છે. આરોપી રક્ષિત ચોરસિયાના પિતાનો બનારસમાં સેનેટરી સામાનનો બિઝનેસ છે. માતા ટીનાબેન હાઉસ વાઇફ છે. જ્યારે નાનો ભાઇ અસ્તિત્વ બનારસમાં અભ્યાસ કરે છે. આ ઘટના બનતાં માતા-પિતા વડોદરા આવવા માટે નીકળી ગયા હતા. આ ઘટના અંગે જાણવા દિવ્યભાસ્કરે આરોપી રક્ષિત ચોરસિયાએ સાથે વાત કરી હતી. જેમાં તેના પિતા વારાણસીમાં બિઝનેસમેન હોવાનું જણાવ્યું હતું અને તેણે અકસ્માતના બે કલાક પહેલા ભાંગનો નશો કર્યો હોવાની પણ કબુલાત કરી હતી. આ પણ વાંચો: વડોદરામાં તથ્યવાળી, નશામાં ધૂત કારચાલકે 8ને ઉડાવ્યા, CCTV એરબેગ ખુલી જતા આગળનું કંઈ દેખાયું નહીં: કાર ચાલક રક્ષિત
આરોપી રક્ષિત ચોરસિયાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કિશન વાડી ગધેડા માર્કેટથી અમે નિઝામપુરા જઈ રહ્યા હતા. પાસે અમે મારા મિત્રના ઘરે હોલિકા દહનની ઉજવણી કરવા મળ્યા હતા. જ્યાંથી અમે મારા રૂમ પર જવા માટે નીકળ્યા હતા. મારો મિત્ર મને રૂમ પર મુકવા આવી રહ્યો હતો. આ સમયે ગાડી થોડી સ્પીડમાં હતી. મને ઓટોમેટીક કાર ચલાવતા આવડતી નથી અને આ કાર ઓટોમેટીક હતી. કાર સ્પોર્ટ્સ મોડ પર હતી. આ સમયે અચાનક જ અકસ્માત થયો હતો અને એરબેગ ખુલી ગઈ હતી. જેથી મને આગળનું કંઈ દેખાયું નહોતું. પછી શું થયું તે મને ખબર નથી. મારી કાર 50 થી 60ની સ્પીડે હતી. આ પણ વાંચો: કારચાલક રક્ષિત ચોરસિયા અને તેના મિત્રએ મોજ કરવા ડ્રગ્સ લીધું, રેપિડ ટેસ્ટમાં ખુલાસો: પોલીસ તમને અફસોસ છે એવા સવાલના જવાબમાં આરોપીએ જણાવ્યું હતું કે, મારી ભૂલ હતી હું સ્વીકારું છું. હજી મને ખબર પણ નથી કે શું થયું છે. મારા પપ્પાનો વારાણસીમાં સેનેટરીનો બિઝનેસ છે. હું એમએસ યુનિવર્સિટીની લો ફેકલ્ટીના ચોથા વર્ષમાં અભ્યાસ કરું છું. નિઝામપુરામાં હું રૂમ રાખીને એકલો રહું છું. ‘જે પરિવાર સાથે અકસ્માત કર્યો તેને મળવા માગું છું’
તેણે જણાવ્યું હતું કે, જે પરિવાર સાથે મેં એક્સિડન્ટ કર્યો છે તેમને હું મળવા માગું છું. હું તેમની માફી માંગવા માગું છું. જોકે સોરી શબ્દ પણ આના માટે ખૂબ નાનો કહેવાય. મેં કર્યો એ ગુનો માફી લાયક નથી. એ પરિવારે શું ગુમાવ્યું છે, તે મને ખબર છે. આ કાર મારા મિત્રની છે. હું કાર ચલાવતો હતો. તે સમયે નશામાં ન હતો. સવારના 10.30 સુધી ઉંઘતો રહ્યો કારચાલક
બંને આરોપીઓ આખી રાત લોકઅપમાં રહ્યા હતા અને આરોપી પ્રાંશુ ને પોલીસ સવારે મેડિકલ માટે લઈ ગઈ હતી અને આરોપી રક્ષિત સવારે 10:30 વાગ્યા સુધી ઊંઘતો રહ્યો હતો. નબીરાએ સંગમ ચાર રસ્તાથી મુક્તાનંદ સર્કલ તરફ પુર ઝડપે આવતા ત્રણ વાહન ચાલકોને ફંગોળ્યા હતા. જેમાં એક માસૂમ બાળકી સહિત 8 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે એક મહિલાએ દમ તોડી દીધો હતો. પોલીસે ઘટના સ્થળેથીજ કાર ચાલકને ઝડપી પાડ્યો હતો. જ્યારે તેની સાથે કારમાં સવાર અન્ય યુવકને પણ મોડી રાત્રે પકડી લેવામાં આવ્યો હતો. કાર ચાલકે કેફી પીણું નહિ પરંતુ ડ્રગ્સનો નશો કર્યો હોવાનો રેપિડ ટેસ્ટમાં ખુલાસો થયો છે.