back to top
Homeમનોરંજનકાજોલ અને રાનીના કાકા દેબ મુખરજીનું નિધન:દિગ્ગજ એક્ટરે 83 વર્ષની ઉંમરે લીધા...

કાજોલ અને રાનીના કાકા દેબ મુખરજીનું નિધન:દિગ્ગજ એક્ટરે 83 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, ધુળેટીના પર્વ પર ફિલ્મ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું

એક તરફ ધુળેટીના પર્વની દેશભરમાં ઉજવણી થઈ રહી છે તો બીજી તરફ અયાન મુખર્જીના પિતા અને પીઢ એક્ટર દેબ મુખર્જીનું 83 વર્ષની વયે અવસાન થયું છે. શુક્રવારે સાંજે મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ સમાચારથી સમગ્ર ફિલ્મ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. દેબ મુખર્જીનું અવસાન
પીઢ અભિનેતા દેબ મુખર્જીના પ્રવક્તાએ ઝૂમને જણાવ્યું હતું કે તેમનું શુક્રવારે સવારે વય સંબંધિત બીમારીઓને કારણે અવસાન થયું છે. દેબ ફિલ્મ ડિરેક્ટર અયાન મુખર્જીના પિતા અને આશુતોષ ગોવારિકરના સસરા તેમજ બોલિવૂડ એક્ટ્રેસ કાજોલ અને રાની મુખરજીના કાકા હતા. ઈન્ડસ્ટ્રીના ઘણા કલાકારો અંતિમ સંસ્કારમાં હાજરી આપશે
દેબ મુખર્જીના અંતિમ સંસ્કાર 14 માર્ચે સાંજે જુહુના પવન હંસ સ્મશાનગૃહમાં કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કાજોલ-અજય દેવગન, રાની મુખર્જી, તનુજા, તનિષા અને આદિત્ય ચોપરા સહિત તેમના પરિવારના ઘણા સભ્યો અંતિમ સંસ્કારમાં હાજરી આપી શકે છે. અયાન મુખર્જીના મિત્રો જેમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, ઋતિક રોશન, સિદ્ધાર્થ મલ્હોત્રા, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનો સમાવેશ થાય છે, તેઓ પણ અંતિમ સંસ્કારમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. કાજોલ-રાની દેબ મુખર્જીની ભત્રીજીઓ છે
દેબ મુખર્જીનો જન્મ 1941માં કાનપુરમાં થયો હતો. તે શરૂઆતથી જ ફિલ્મી પરિવારનો હતો. તેમની માતા સતીદેવી, અશોક કુમાર, અનૂપ કુમાર અને કિશોર કુમારની એકમાત્ર બહેન હતી. દેબ મુખર્જીના ભાઈ જોય મુખર્જી એક એક્ટર હતા અને શોમુ મુખર્જી એક ફિલ્મ ડિરેક્ટર હતા. શોમુ મુખર્જીના લગ્ન બોલિવૂડ એક્ટ્રેસ તનુજા સાથે થયા હતા. દેબ મુખર્જીની ભત્રીજીઓ કાજોલ અને રાની મુખર્જી છે. દેબ મુખર્જીએ બે વાર લગ્ન કર્યા હતા. તેમના પહેલા લગ્નથી થયેલી પુત્રી સુનિતાએ ડિરેક્ટર આશુતોષ ગોવારિકર સાથે લગ્ન કર્યા છે. અયાન તેના બીજા લગ્નથી થયેલો પુત્ર છે. છેલ્લે 2009માં એક ફિલ્મમાં જોવા મળ્યા હતા
આ એક્ટર 60ના દાયકામાં ‘તુ હી મેરી જિંદગી’ અને ‘અભિનય’ જેવી ફિલ્મોમાં નાના રોલથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. જોકે, બાદમાં તે ‘દો આંખે’ અને ‘બાતો બાતો મેં’ જેવી મોટી ફિલ્મોમાં દેખાયો. તેમની કારકિર્દીના અંતમાં તેમણે ‘જો જીતા વહી સિકંદર’ અને ‘કિંગ અંકલ’ જેવી ફિલ્મોમાં ભૂમિકાઓ ભજવી. તે છેલ્લે 2009માં વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘કમીને’માં જોવા મળ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments