back to top
Homeમનોરંજનકોણ છે આમિર ખાનની નવી ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ?:6 વર્ષના પુત્રની માતા છે,...

કોણ છે આમિર ખાનની નવી ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ?:6 વર્ષના પુત્રની માતા છે, 25 વર્ષ જૂની મિત્રતા દોઢ વર્ષ પહેલા પ્રેમમાં બદલાય

આમિર ખાને 60મા બર્થ ડે પહેલા ગઈકાલે ફેન્સને એક સરપ્રાઈઝ આપી હતી. પ્રેસ મીટ દરમિયાન, એક્ટરે તેની નવી ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ વિશે મીડિયા સાથે વાત કરી. તેણે કહ્યું, છેલ્લા દોઢ વર્ષથી બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે અને તે પહેલીવાર ગૌરીને 25 વર્ષ પહેલા મળ્યો હતો. આમિરે એમ પણ કહ્યું છે કે ગૌરીને મીડિયા સામે લાવતા પહેલા તેણે ગૌરીનો પરિચય તેના મિત્રો સલમાન ખાન અને શાહરુખ ખાન સાથે કરાવ્યો હતો. જાણો કોણ છે આમિર ખાનની નવી ગર્લફ્રેન્ડ ગૌરી- આમિર અને ગૌરી પહેલી વાર કેવી રીતે મળ્યા?
ગૌરી સ્પ્રેટ અને આમિર ખાન છેલ્લા 25 વર્ષથી એકબીજાને ઓળખે છે, જોકે તેમનો પરિચય સૌપ્રથમ આમિર ખાનના એક કઝીન ભાઈ દ્વારા કરાવવામાં આવ્યો હતો. પહેલી જ મુલાકાતમાં બંનેએ એકબીજા સાથે મોબાઈલ નંબરની આપ-લે કરી. બંને વચ્ચે વાતચીત વધવા લાગી અને સમય જતાં તેઓ પ્રેમમાં પડ્યા. આ દિવસોમાં આમિર ખાન ગૌરી સ્પ્રેટ સાથે લિવ-ઇન રિલેશનશિપમાં છે. થોડા સમય પહેલા, આમિરે ગૌરીનો પરિચય તેના પરિવાર સાથે કરાવ્યો હતો. પ્રેસ મીટ દરમિયાન ગૌરીએ જણાવ્યું કે આમિરના પરિવારે તેનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. ગૌરી માટે આમિરનું સ્ટારડમ એટલું મહત્ત્વનું નથી
ગૌરીનો પરિચય મીડિયા સમક્ષ કરાવતી વખતે આમિર ખાને કહ્યું કે કોઈ પણ એક્ટરનું સ્ટારડમ તેમના માટે કોઈ મહત્વ રાખતું નથી. આમિર સાથેના સંબંધમાં આવ્યા પહેલા પણ ગૌરીએ તેની ફિલ્મો ફક્ત ‘લગાન’ અને ‘દંગલ’ જોઈ હતી. આમિરે કહ્યું છે કે તે બોલિવૂડની દુનિયાને સમજવાનો પ્રયાસ કરી રહી છે. ત્રણેય ખાન તેમના જન્મદિવસ પહેલા મળ્યા હતા
12 માર્ચે એક્ટરના ઘરે પ્રી-બર્થડે સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં ભાગ લેવા માટે સલમાન અને શાહરુખ ખાન એક્ટરના ઘરે પહોંચ્યા. ત્રણેયની મુલાકાતના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયા હતા. સલમાન ખાન આમિરના મકાનમાંથી બહાર નીકળતો જોવા મળ્યો. આ દરમિયાન બંનેએ એકબીજાને ગળે લગાવ્યા. જ્યારે શાહરુખ ખાન પાપારાઝીને ટાળતો જોવા મળ્યો હતો. ‘મને ખબર નથી કે 60 વર્ષની ઉંમરે લગ્ન યોગ્ય છે કે નહીં’
આમિરે તેની પાર્ટનર ગૌરી માટે “કભી કભી મેરે દિલ મેં” ગીતની કેટલીક પંક્તિઓ પણ ગાઈ. આમિરે મીડિયાને કહ્યું, મને ખબર નથી કે 60 વર્ષની ઉંમરે લગ્ન કરવા જોઈએ કે નહીં. મારા બાળકો ખૂબ ખુશ છે. હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મારી પૂર્વ પત્નીઓ સાથે મારા સંબંધો ખૂબ સારા છે. 20 વર્ષની ઉંમરે પ્રેમમાં પડ્યો
આમિર ખાને ઘરની બારીમાંથી પહેલી જ વાર બાજુમાં રહેતી યુવતી રીના દત્તાને જોઈ હતી અને પ્રેમમાં પડ્યો હતો. આમિર પછી તો તે યુવતીને જોવા માટે અવાર-નવાર બારી આગળ ઊભો રહેતો. બંને એકબીજાને જોતાં. એક દિવસ આમિરે હિંમત કરીને પ્રેમનો ઇઝહાર કર્યો, પરંતુ રીનાએ ના પાડી. આમિરે પછી તો બારીએ જવાનું બંધ કરી દીધું. આ દરમિયાન તેણે એકવાર રીનાને લોહીથી લવલેટર લખ્યો. આમિરને વિશ્વાસ હતો કે આમ કરવાથી રીના અચૂક માની જશે. લેટર મળ્યા બાદ રીનાએ એક દિવસ આમિરને રસ્તા પર ઊભો રાખ્યો અને પ્રેમ સ્વીકાર્યો. આમિર મુસ્લિમ ને રીના હિંદુ છે. આ જ કારણે આમિરને ડર હતો કે પરિવાર રીના સાથેના સંબંધો સ્વીકારશે નહીં. આમિરે કોર્ટમાં લગ્ન કરવાનું નક્કી કર્યુ, પરંતુ તે માત્ર 20 વર્ષનો હતો. તે 21નો થયો પછી 1986માં આમિર-રીનાએ કોર્ટ મેરેજ કર્યાં. બંને પોત-પોતાના ઘરે રહેતાં અને પરિવારને લગ્નની વાત કહી નહીં. જોકે, રીનાની બહેનને શંકા જતાં તેણે પિતાને કહેવાની ધમકી આપી. આ સમયે રીના સીધી આમિરના ઘરે ગઈ. ત્યારબાદ આમિરે બંને પરિવારમાં લગ્નની વાત કરી. 16 વર્ષના લગ્નજીવનનો કરુણ અંત
2001માં રીના ને આમિર અલગ રહેવા લાગ્યા ને 2002માં બંને લીગલી અલગ થયા. માનવામાં આવે છે કે આમિરનો સ્વભાવ રીનાને ફાવતો નહોતો. આ ઉપરાંત આમિર ફિલ્મો પ્રત્યે વધારે સમર્પિત હતો અને પરિવારને પૂરતો સમય આપી શકતો નહોતો. આ જ કારણે બંનેએ પરસ્પર સહમતિથી અલગ થવાનું નક્કી કર્યું. ફરી હિંદુ યુવતીના પ્રેમમાં પડ્યો
ફિલ્મ ‘લગાન’ના સેટ પર ડિરેક્ટર આશુતોષ ગોવારિકરને કિરણ રાવ આસિસ્ટ કરતી હતી. આ સમયે આમિર અને રીનાના સંબંધો ઘણા જ ખરાબ ચાલી રહ્યા હતા. કિરણ નોકરી કરતી અને બ્રેક લઈને માત્ર ત્રણ મહિના માટે ‘લગાન’ની ટીમ સાથે જોડાઈ. જોકે, શૂટિંગ છ મહિના સુધી ચાલ્યુ એટલે તેણે વધુ સમય કામ કરવું પડ્યું. આમિર માટે રીનાને ડિવોર્સ આપવા સહેજ પણ સરળ નહોતા. આ દરમિયાન કિરણ રાવે મિત્ર બનીને સહારો આપ્યો. આઘાતના તે દિવસોમાં આમિરે એક દિવસ ફોન પર કિરણ રાવ સાથે 30 મિનિટ સુધી વાત કરી. કિરણ સાથે વાત કર્યા બાદ આમિરને લાગ્યું કે તે જ્યારે પણ તેની સાથે વાત કરે છે તો તે ખુશ થઈ જાય છે. આમિર ફિલ્મ ‘મંગલ પાંડે’ના શૂટિંગમાં વ્યસ્ત હતો અને તે જ સેટની બાજુમાં ‘સ્વદેશ’નું શૂટિંગ હતું. કિરણ રાવ ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર હતી. એક જ જગ્યાએ શૂટિંગ હોવાથી બંને રોજ એકબીજાને મળતા. આમિરના ડિવોર્સ થઈ ગયા હતા. બંને એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું ને બંને લિવ ઇનમાં રહેવા લાગ્યા. ડિસેમ્બર, 2005માં પંચગિનીમાં આમિર-કિરણે રજિસ્ટર્ડ વેડિંગ કર્યાં. લગ્નમાં પરિવાર ને મિત્રો ખાસ હાજર રહ્યા હતા. ડિસેમ્બર, 2011માં કિરણ રાવ IVFની મદદથી દીકરાની માતા બની. દીકરાના જન્મ પહેલાં કિરણ રાવના ઘણા મિસકેરજ થયાં હતાં અને આ જ કારણે તે માનસિક ને શારીરિક રીતે હતાશ થઈ ગઈ હતી. અનેક પ્રયાસો બાદ પણ કિરણ રાવ માતા ના બની શકતાં તેણે IVFની મદદ લીધી. મૌલાના આઝાદ ખાન પરિવારના પૂર્વજ હોવાથી કિરણ ને આમિરે દીકરાનું નામ આઝાદ રાવ ખાન રાખ્યું. 16 વર્ષ બાદ ડિવોર્સ
2021માં આમિર ખાન તથા કિરણ રાવે અલગ થવાનું નક્કી કર્યું. 16 વર્ષના લગ્નજીવન બાદ બંનેએ અલગ થવાનો નિર્ણય જાહેર કરતાં માત્ર ચાહકો જ નહીં, ખાન પરિવારને પણ આંચકો લાગ્યો હતો. ડિવોર્સ બાદ કિરણ રાવે કહ્યું હતું કે પરિવાર પણ ડિવોર્સ અંગે અનેક સવાલ કરે છે. જોકે, તેણે પોતાના સ્પેસ માટે અને ફરી ફ્રીડમ ફીલ કરવા માટે ડિવોર્સ લીધા છે. આમિર ડિવોર્સ માટે તૈયાર નહોતો, પરંતુ તે હવે સાથે રહેવા તૈયાર નહોતી. ડિવોર્સ બાદ પણ તે અને આમિર ઘણા જ સારા મિત્રો છે અને સાથે મળીને આઝાદનો ઉછેર કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments