વડોદરા શહેરમાં અંગે દઝાડતી ગરમી વચ્ચે શહેરમાં આગના બનાવો સામે આવી રહ્યા છે. જેમાં આજે શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલ બંગલો નંબર 2ની બાજુમાં કારમાં આગનો બનાવ સામે આવ્યો હતો. ચાલકે કાર પાર્ક કરેલી હતી તે દરમિયાન એકાએક આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ બનાવને લઈ વડીવાડી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, કાર આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. આ સાથે શહેરમાં ઘરમાં આગ લાગવાના નાના-મોટા ત્રણ બનાવો સામે આવ્યા છે. આગમાં કાર બળીને ખાખ
વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલ બંગલો નંબર 2ની બાજુમાં કામ અર્થે ગયેલા વિનોદભાઈ ચૌહાણ અને અસલમભાઈ દ્વારા પાર્ક કરવામાં આવેલ કારમાં એકાએક આગ લાગી જતા વડોદરા ફાયર વિભાગની જાણ કરી હતી. આ બનવા અંગે કોલ મળતા તાત્કાલિક વડીવાડી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે આગ કાબૂમાં આવી, પરંતુ કાર આખી બળીને ખાખ થઈ ગઈ હતી. આ કારમાં ચાલકના મોબાઈલ સહિતની ચીજ વસ્તુઓ બળીને રાખ થઈ ગઈ હતી. આ કારમાલિક તેઓના મિત્ર ધવલભાઈ ચીલ હોવાનું સામે આવ્યું છે. બે દિવસમાં બે કાર આગમાં ભસ્મિભૂત
ઉનાળાની કાળજાળ ગરમીમાં આગ બનવાના બનાવો સામે આવતા હોય છે, ત્યારે વડોદરામાં છેલ્લા બે દિવસમાં બે કારો આગમાં ભસ્મિભૂત થઈ છે. આજે શહેરના અલકાપુરી વિસ્તારમાં પાર્ક કરેલી કારમાં એકાએક આગ લાગતા ચાલકનો મોબાઈલ સહિતનું સામાન બનીને ખાસ થઈ ગયો હતો. આ સહિત વડોદરા શહેરમાં આજે અલગ-અલગ ઘરોમાં આગ લાગવાના ત્રણ બનાવો સામે આવ્યા છે. ત્રણ મકાનમાં આગ લાગવાની ઘટના
વડોદરા શહેરના વડી વાળી ગામમાં મકાનમાં આગળનો બનાવ સામે આવ્યો હતો. જેને વડી વાડી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. ત્યારબાદ શહેરના રાજમહેલ રોડ ગુરુદ્વારા પાસે વેરાઈ માતાના ચોક પાસે મકાનમાં આગનો બનાવ સામે આવ્યો હતો. જેને લઇ પણ વડોદરા ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આ સાથે સમી સાંજે શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલ આયુર્વેદિક કોલેજ ત્રિલોકનગર સોસાયટીના મકાન નંબર 28માં આગનો બનાવ સામે આવ્યો હતો. જેને લઇ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.