back to top
Homeગુજરાતવડોદરામાં નબીરાએ એક પછી એક 3 વાહનોને હવામાં ફંગોળ્યા:કાર ચાલકે ફૂલ સ્પીડ...

વડોદરામાં નબીરાએ એક પછી એક 3 વાહનોને હવામાં ફંગોળ્યા:કાર ચાલકે ફૂલ સ્પીડ એક્ટિવાને ટક્કર મારતા મારા દીકરો-દીકરી નીચે પટકાયા, આરોપી સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ

વડોદરા શહેરમાં 13 માર્ચના રોજ રાત્રે 11:15 વાગ્યે પૂરપાટ ઝડપે આવેલા કાર ચાલક રક્ષિત ચોરસિયાએ 8 લોકોને અડફેટે લીધા હતા. જેમાં એક મહિલાનું મોત થયું હતું અને 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. નબીરાએ એક પછી એક ત્રણ ટુ વ્હીલરને હવામાં ફંગોળ્યા હતા. આ ઘટનામાં કાર ચાલક આરોપી રક્ષિત ચોરસિયા સામે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અકસ્માતની FIR અક્ષરશઃ
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી દિપાવલી સોસાયટીમાં રહેતા અને પ્રોજેક્શન ડેવલોપમેન્ટ ઇન્ડિયા લિમીટેડમાં એડિશનલ ચીફ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા આશિષભાઇ મહેન્દ્રભાઈ શાહે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત તા.13/3/2025ના રોજ રાત્રિના 11 વાગ્યાના સુમારે હું, મારી પત્ની નિશા અને મારા બે બાળકો રેન્શી તથા જૈમી ચારેય જણા આંટો મારવા નિકળ્યા હતા. ટુવ્હીલરને ટક્કર મારી ફૂલ સ્પીડમાં આગળ આવ્યો
સોસાયટીના પાર્કિંગમાં આવતા મારી પત્ની નિશાએ અમારૂ એક્ટિવા ચલાવી તેની પાછળ મારા બન્ને બાળકોને બેસાડ્યા હતા અને મને કહ્યું હતું કે, તમે સોસાયટીના ગેટ આગળ ઉભા રહો, હું બાળકોને એક્ટિવા ઉપર મુક્તાનંદ સર્કલથી ચંદ્રાવલી ચાર ૨સ્તા થઈને આંટો મરાવીને આવું છું. તેમ કહી તે બન્ને બાળકોને એક્ટિવા ઉપર લઇને નિકળી હતી અને હું મારી સોસાયટીના ગેટ પાસે ઉભો હતો, ત્યારે 11:15 વાગ્યે કાળા કલરની કારનો ચાલક પુર ઝડપે ગાડી ચલાવી લાવી ચંદ્રાવલી સર્કલ પાસે એક ટુ-વ્હીલરને ટક્કર મારીને ફૂલ સ્પીડમાં આગળ આવ્યો હતો. મારી પત્ની નિશા ગાડીની સાથે આગળ ઘસડાઈ હતી
તે વખતે મારી પત્ની ચંન્દ્રાવલી સર્કલથી અમારી સોસાયટી તરફ એક્ટિવા લઈને મારા બાળકો સાથે આવતી હતી, ત્યારે તે કાર ચાલકે મારી પત્નીની એક્ટિવાને પણ ટક્કર મારી દિધી હતી અને તેજ સ્પીડમાં આગળ જતા એક ટુ-વ્હીલર પર જતા મહિલા અને પુરૂષને પણ ટક્કર મારી હતી અને ત્યાર બાદ એક્ટિવા ઉપરથી સૌપ્રથમ મારી દીકરી રેન્સી નીચે પડી ગઈ હતી અને ત્યાર બાદ મારો દીકરો જૈમી નીચે પડી ગયો હતો અને મારી પત્ની નિશા ગાડીની સાથે આગળ ઘસડાઈ હતી અને મારી પત્નીની એક્ટિવા ગાડી સાથે ટક્કર માર્યા બાદ આગળ બીજી ટુ-વ્હીલર પર મહિલા અને પુરૂષ જતા હતા, તેમને ટક્કર મારી હતી. બોનેટ ખુલી ગયું અને કાર અચનાક ઉભી રહી ગઈ
ત્યાર બાદ કારનું આગળનું બોનટ ખુલી ગયું હતું અને કાર અચાનક ઉભી રહી ગઈ હતી, જેથી આજુબાજુની લોકો આવી આવી ગયા હતા અને તેમાંથી કોઇએ 108 એમ્બ્યુલન્સને ફોન કરતા એમ્બ્યુલન્સ આવી ગઈ હતી અને તેમાં બેસાડી સયાજી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, તે વખતે કારની ચાલક અને તેની બાજુની સીટમાંથી એક શખસ કારમાંથી બહાર નીકળ્યા હતા. તેઓ બુમાબુમ કરતા હતા અને તે વખતે પબ્લિકના માણસોએ કારના ચાલકને પકડી પાડ્યો હતો અને બાજુમાં બેસેલ શખસ કારમાંથી ઉતરી ભાગી ગયો હતો. કારનો નંબર (GJ-06-RA-6879)નો હતો. મારી પત્ની તથા બે બાળકોને ગંભીર ઈજાઓ થઈ
મારી પત્ની તથા મારા બે બાળકોને સયાજી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ હતા. તે વખતે મારી પત્ની નિશાને માથા, થાપા અને જમણા પગે ગંભીર ઇજાઓ થઈ હતી અને મારી દીકરી રેન્સીને માથા, બન્ને પગના ઘુંટણના પાછળ અને આંખ ઉપર ગંભીર પ્રકારની ઈજા પહોંચી હતી અને મારો દીકરા જૈમીને માથા, જમણા હાથ, જમણા પગે અને પીઠના પાછળના ભાગે ઇજા થઈ હતી. કાર ચાલકે મારી પત્નીની પહેલા ટુ-વ્હીલરને ટક્કર મારી હતી, તેમાં હેમાલીબેન પુરવભાઈ પટેલનું મોત થયું હતું અને એમની સાથે તેમના પતિ પુરવભાઈ ૫ટેલને ગંભીર પ્રકારની ઇજાઓ કરી હતી અને સયાજી હોસ્પિટલના ICUમાં દાખલ કર્યા છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા
મારી પત્ની નિશા અને મારા બાળકોને વધુ ઇજા થઇ હોવાની હું તેઓને વધુ સારવાર અર્થે સનફાર્મા રોડ પર આવેલી ઝાયડસ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે લઇ ગયો હતો. આ ઉપરાંત ટુ-વ્હીલરમાં સવાર વિકાસ અજીતભાઈ કેવલાનીને જમણા હાથ, મોઢા અને ખભા પર ઇજાઓ થઈ છે. જયેશ અનીલભાઈ કેવલાનીને જમણા પગે ઢીંચણથી નિચેના ભાગે ફેક્ચર થયું છે અને કોમલબેન અજીતભાઈ કેવલાનીને જમણા પગ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ છે અને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા. આરોપી સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ
કારની બાજુની શીટમાં બેસેલા શખસનું નામ પ્રાંશુ રાજેશભાઈ ચૌહાણ (રહે. 204, વેરેન્જા મેરેડીયન, વાસણા ભાયલી રોડ, વડોદરા) અને કાર ચાલકનું નામ રક્ષિત રવિશ ચોરસિયા (રહે. મ.નં.-33, ગાયત્રી એપાર્ટમેન્ટ, નિઝામપુરા, વડોદરા) છે. આ કેસમાં કારેલીબાગ પોલીસે આરોપી રક્ષિત રવિશ ચોરસિયા સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે અને તેની સામે BNSની કલમ 105, 281, 125 (a), 125(b), 324(5) મુજબ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments