back to top
Homeગુજરાતગંભીર રોગો સામે માતૃત્વની જીત:સ્મીમેરમાં દાખલ મહિલાને માતા બની શકશે કે નહિ...

ગંભીર રોગો સામે માતૃત્વની જીત:સ્મીમેરમાં દાખલ મહિલાને માતા બની શકશે કે નહિ તેવું સ્વપ્નવત લાગતું હતું, તબીબોએ માતા-બાળકને બચાવી લીધા

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં છ માસના ગર્ભ સાથે એક મહિલા દાખલ થઇ હતી. જોકે, એ મહિલાને માતા બની શકશે કે નહિ તેવું સ્વપ્નવત લાગતું હતું. જોકે, સ્મીમેર હોસ્પિટલના તબીબો દ્વારા માતા અને બાળક બંનેને બચાવી નવું જીવન આપવામાં આવ્યું હતું. મહિલા જાતે પડખું પણ ફેરવી શકતી નહોંતી
રીનાબેન જયેશભાઈ ઝાળા (ઉંવ. 21, રહેવાસી ગડોદરા, સુરત)ને 2, જાન્યુઆરી, 2025ના રોજ સ્મીમેર હોસ્પિટલમાં છ માસના ગર્ભ સાથે દાખલ કરવામાં આવ્યાં હતાં. તેણીને એક સાથે બાયલેટરલ એવાસ્કયુલર નેક્રોસીસ ઓફ હીપ (થાપાના બંને ગોળા લોહી ન પહોંચવાને કારણે સુકાઈ જવું), એક્યુટ ઈન્ટરમીટન્ટ પોર્ફારિયા, સિકલ સેલ ટ્રેઈટ (લોહીમાં હિમોગ્લોબીન બનવાની તકલીફ) જેવી બીમારીઓ હતી. બંને થાપામાં સખત દુઃખાવો રહેતો હતો, તેથી તેણી સંપૂર્ણપણે પથારીવશ હતી. આ સાથે સ્વતંત્ર રીતે હલન-ચલન તો દુર પણ પથારીમાં પડખું પણ ફેરવી શકાય તેમ ન પણ હતું. આવી હાલતમાં તેણીને પોતે માતા બની શકશે કે નહિ તેવું સ્વપ્નવત લાગતું હતું. હોસ્પિટલામાંથી રજા આપ્યાં બાદ ફરી દુખાવો થયો
સ્મીમેર હોસ્પિટલના ઓર્થોપેડીક અને ગાયનેક વિભાગના ડોકટરોએ બાળક ઉપર અસર ન થાય તે રીતે સારવાર શરૂ કરવામાં આવી હતી. 11 જાન્યુઆરી, 2025ના રોજ તેણીને રજા આપવામાં આવી, પરંતુ 19 જાન્યુઆરીના રોજ તેણીને દુ:ખાવાની તકલીફ થતા ફરીથી ગાયનેક વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. ગાયનેક વિભાગના ડોકટરો દ્વારા માતાની તેમજ ગર્ભમાં રહેલ બાળકની સંપૂર્ણ કાળજી રાખવામાં આવી હતી. મહાશિવરાત્રીનાં દિવસે સીઝેરીયન ડિલિવરી કરાઈ
સમયાંતરે માતાના લોહીના રિપોર્ટ તેમજ બાળકના વિકાસ માટે જરૂરી સોનોગ્રાફી કરવામાં આવી હતી. લોહીની ઉણપના લીધે અલગ-અલગ દિવસોએ કુલ 13 લોહીની બોટલ ચઢાવવામાં આવી હતી. 26 ફેબ્રુઆરીનાં રોજ મહાશિવરાત્રીનાં દિવસે સાડા આઠ માસે પ્રસુતિની જરૂરિયાત જણાતા સીઝેરીયન ડિલિવરી કરવામાં આવી અને 1.90 કિલો વજન સાથે બાળકીનો જન્મ થયો હતો. 6 માર્ચના રોજ માતા અને બાળકીને તંદુરસ્ત હાલતમાં રજા આપવામાં આવી હતી. હોસ્પિટલની ટીમ 24 કલાક ખડેપગે રહી
રીનાની ગભાવસ્થાની સંભાળ રાખાનાર ગાયનેક વિભાગના યુનિટ-2ના તબીબો અને રેસિડન્ટ ડોક્ટરોએ સરાહનીય કામગીરી બજાવી છે. સાથે ઓર્થોપેડીક વિભાગના તબીબો તેમજ મેડિસિન વિભાગના ડોકટરો, નસીંગ સ્ટાફ તથા વર્ગ-4ના કર્મચારીઓ તમામ દર્દીની સારવારમાં 24 કલાક ખડેપગે રહ્યા છે. દર્દીને દાખલ કર્યા ત્યારથી સુરત મહાનગરપાલિકાના હોસ્પિટલ કમિટિના ચેરમેન મનીષા આહિર તેણીની પ્રસુતિ સુધી ફોલોપ રાખ્યુ હતું તથા મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો. જીતેન્દ્ર દર્શન, સીની.આર.એમ.ઓ શડો. જયેશ પટેલ તેમજ આર.એમ.ઓ. ડો. નીતા પટેલ ગાયનેક વિભાગના ડોકટરોની ટીમ સાથે સતત સંકલનમાં રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments