back to top
Homeગુજરાતલોકોને દોડાવી-દોડાવી ચપ્પુના ઘા માર્યા, VIDEO:સુરતમાં રિક્ષામાં આવેલા શખસોનો જાહેરમાં બેખોફ ચપ્પુથી...

લોકોને દોડાવી-દોડાવી ચપ્પુના ઘા માર્યા, VIDEO:સુરતમાં રિક્ષામાં આવેલા શખસોનો જાહેરમાં બેખોફ ચપ્પુથી પાંચ પર હુમલો; લોકોએ બચવા પથ્થરમારો કરતાં ભાગ્યા

સુરતના સચિન વિસ્તારમાં ધુળેટીના (14 માર્ચ, 2025) દિવસે સાંજના સમયે સેજલનગરમાં દહેશત ફેલાવનારી એક ઘટના સામે આવી હતી. અહીં ચારથી પાંચ શખ્સો રિક્ષામાં આવી જાહેરમાં જ ચપ્પુ વડે લોકો પર હુમલો શરૂ કર્યો હતો. આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. હુમલાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં દેખાઈ રહ્યું છે કે, અસામાજિક તત્વોમાંથી એક વ્યક્તિ બેખોફ થઈ લોકો પર ચપ્પુ વડે હુમલો કરે છે. સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલો ઝઘડો હિંસક બન્યો
પ્રાથમિક માહિતી મુજબ, આ આખી ઘટના એક સામાન્ય બાબત પર થયેલી બોલાચાલીથી શરૂ થઈ હતી. બે જૂથ વચ્ચે કંઈક મુદ્દે ઉગ્ર વિવાદ થયો અને થોડી જ વારમાં પરિસ્થિતિ બેકાબૂ બની હતી. રિક્ષામાં આવેલા ચારથી પાંચ શખ્સમાંથી એક સફેદ રંગની ટી-શર્ટ પહેરેલા એક વ્યક્તિ એકાએક જ ચપ્પુ કાઢી લીધુ અને હિંસક હુમલો કર્યો હતો. એક બાદ એક ચારથી પાંચ લોકો પર ચપ્પુ વડે હુમલો કરતા તમામને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ શખ્સોએ કોઈપણ જાતના પોલીસના ડર વગર જાહેરમાં ચપ્પુનો ઉપયોગ કર્યો હતો. લોકોએ બચવા માટે પથ્થરમારો કર્યો
સેજલનગર ગ્રાઉન્ડમાં આ તોફાની શખ્સો પાગલની જેમ હિંસા ફેલાવી રહ્યા હતા. લોકોએ બચાવ માટે પથ્થરમારો પણ કર્યો હતો, જેનાથી હુમલાખોરો થોડીવારમાં જ રિક્ષામાં ચડીને ભાગવા લાગ્યા હતાં. આ ઘટના સર્જાતા વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો અને લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. પોલીસે ચાર આરોપીની અટકાયત કરી
સચિન પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તરત જ તપાસ શરૂ કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર પી. એન. વાઘેલાએ જણાવ્યું હતું કે, આ બનાવના વીડિયોની તપાસ કરવામાં આવી છે અને તેના આધારે ચાર શખ્સોની અટકાયત કરવામાં આવી છે. હાલ વધુ પૂછપરછ ચાલી રહી છે અને હુમલાનું સાચું કારણ શું છે? તે ઝડપથી બહાર આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments