એરિસઇન્ફ્રા સોલ્યુશન્સ લિમિટેડનો ઈનિશિયલ પબ્લિક ઓફર એટલે કે IPO 20 માર્ચે ખુલશે. રોકાણકારો 25 માર્ચ સુધી આ ઇશ્યૂ માટે બિડિંગ કરી શકશે. કંપનીના શેર 28 માર્ચે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટેડ થશે. કંપની આ ઇશ્યૂ દ્વારા કુલ રૂ. 600 કરોડ એકત્ર કરવા માંગે છે. કંપની આ ઇશ્યૂમાં 2,85,71,428 નવા શેર જાહેર કરશે. આ ઇશ્યૂમાં, કંપનીના હાલના રોકાણકારો અથવા પ્રમોટર્સ ઓફર ફોર સેલ એટલે કે OFS દ્વારા એક પણ શેર વેચશે નહીં. જો તમે પણ આમાં પૈસા રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને જણાવી રહ્યા છીએ કે તમે તેમાં કેટલું રોકાણ કરી શકો છો… મિનિમમ અમે મેક્સિમમ કેટલું રોકાણ કરી શકાય ? એરિસઇન્ફ્રા સોલ્યુશન્સે IPO પ્રાઇસ બેન્ડ ₹200-₹210 નક્કી કર્યો છે. છૂટક રોકાણકારો ઓછામાં ઓછા એક લોટ એટલે કે 70 શેર માટે બિડિંગ કરી શકે છે. જો તમે IPO ના ₹210 ના અપર પ્રાઇસ બેન્ડ મુજબ 1 લોટ માટે અરજી કરો છો, તો તમારે તેના માટે ₹14,700નું રોકાણ કરવું પડશે. રિટેલ રોકાણકારો વધુમાં વધુ 13 લોટ એટલે કે 910 શેર માટે અરજી કરી શકે છે. આ માટે, રોકાણકારોએ અપર પ્રાઇસ બેન્ડ અનુસાર ₹ 1,91,100 નું રોકાણ કરવું પડશે. ઇશ્યૂનો 10% હિસ્સો રિટેલ રોકાણકારો માટે રિઝર્વ છે કંપનીએ IPOનો 75% હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) માટે રિઝર્વ રાખ્યો છે. આ ઉપરાંત, 10% હિસ્સો રિટેલ રોકાણકારો માટે રિઝર્વ છે અને બાકીનો 15% હિસ્સો બિન-સંસ્થાકીય રોકાણકારો (NII) માટે રિઝર્વ છે. એરિસઇન્ફ્રા સોલ્યુશન્સની સ્થાપના 2021માં થઈ હતી એરિસઇન્ફ્રા સોલ્યુશન્સ લિમિટેડની સ્થાપના 2021માં કરવામાં આવી હતી, જે એક B2B કંપની છે. આ કંપની બાંધકામ અને ઈન્ફ્રાસ્ટ્રક્ટર કંપની સાથે સંકળાયેલી કંપનીઓને સામગ્રી ખરીદવા અને નાણાકીય મેનેજમેન્ટમાં મદદ કરે છે. કંપનીના ગ્રાહકોમાં કેપેસિટ ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ લિમિટેડ, જે કુમાર ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ લિમિટેડ, એફકોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, ઇએમએસ લિમિટેડ, એસપી સિંગલા કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ વગેરેનો સમાવેશ થાય છે. IPO શું છે? જ્યારે કોઈ કંપની પહેલીવાર સામાન્ય જનતાને તેના શેર જાહેર કરે છે, ત્યારે તેને ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે IPO કહેવામાં આવે છે. કંપનીને પોતાનો વ્યવસાય વધારવા માટે પૈસાની જરૂર છે. આવી સ્થિતિમાં, કંપની બજારમાંથી લોન લેવાને બદલે, જાહેર જનતાને કેટલાક શેર વેચીને અથવા નવા શેર જાહેર કરીને નાણાં એકત્ર કરે છે. આ કારણોસર કંપની IPO લાવે છે.