back to top
Homeગુજરાતસુરતની છ વર્ષની માસૂમ દર્દથી કણસતી રહી:પ્રાઈવેટ પાર્ટમાં ત્રણ લેયર સુધી ડેમેજ,...

સુરતની છ વર્ષની માસૂમ દર્દથી કણસતી રહી:પ્રાઈવેટ પાર્ટમાં ત્રણ લેયર સુધી ડેમેજ, સતત બ્લીડિંગ થતાં 25 ટાંકા લેવાયા; અસહ્ય પીડામાં પણ પોલીસને આપી આરોપીની વિગત

14 માર્ચની રાત્રે સુરતમાં છ વર્ષની બાળકીને અપહરણ કર્યા બાદમાં આરોપીએ પોતાની હવસનો શિકાર બનાવી હતી. ત્યાર બાદ આરોપી બાળકીને લોહીલુહાણ હાલતમાં ફરી માતા પાસે છોડીને ફરાર થઈ ગયો હતો. જોકે, બીજા દિવસે સવારે જ્યારે માતાએ બાળકીની હાલત જોતાં પગતળેથી જમીન સરકી ગઈ હતી. લોહીમાં લથપથ માત્ર છ વર્ષની બાળકી સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં તબીબો દ્વારા બાળકીની સર્જરી કરવામાં આવી હતી. આ પહેલાં અસહ્ય પીડા વચ્ચે બાળકીએ આરોપીની દરેક વિગત પોલીસને આપી હતી. જેના કારણે પોલીસ માત્ર 8 કલાકમાં આરોપી સુધી પહોંચી અને તેને પકડવામાં સફળ રહી હતી. પ્રાઈવેટ પાર્ટમાંથી સતત બ્લીડિંગ થઈ રહ્યું હતું
અપહરણ અને દુષ્કર્મનો ભોગ બનેલી માસૂમ બાળકી લોહી લુહાણ હાલતમાં સુરતની મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરો દ્વારા બાળકીને તપાસ કરતા દુષ્કર્મ થયું હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ બાળકીને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી હતી. બાળકીના પ્રાઈવેટ પાર્ટમાંથી સતત બ્લીડિંગ થઈ રહ્યું હતું જેના કારણે 25 જેટલા ટાંકા લગાવવામાં આવ્યા હતા. બે ડોક્ટરો દ્વારા બાળકીની દોઢ કલાક સર્જરી કરાઈ
ગાયનેક વિભાગ અને સર્જરી વિભાગના બે ડોક્ટરો દ્વારા બાળકીની દોઢ કલાક સુધી સર્જરી કરવામાં આવી હતી. ત્યાર બાદ તેને ICUમાં રાખવામાં આવી છે જ્યાં હાલ ડોક્ટર તેની સ્થિતી સ્થિર હોવાનું જણાવી રહ્યા છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ તેના પ્રાઈવેટ પાર્ટમાં ત્રણ લેયર સુધી ડેમેજ થયું હતું. તેમ છતા બાળકી અસહ્ય પીડા કલાકો સુધી સહન કરતી રહી. સર્જરી પહેલાં બાળકીએ આરોપીની વિગત પોલીસને આપી
ઉલ્લેખનીય છે કે, દુષ્કર્મની ઘટનાની જાણ થતા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં પોલીસ દ્વારા બાળકી અને તેના માતા-પિતાની પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન માત્ર છ વર્ષની પીડિત બાળકીએ અસહ્ય પીડા વચ્ચે પોલીસે આરોપીની વિગતો આપી હતી. આરોપીના હાવભાવ, કપડાં અને ચહેરાની દરેક વિગત પોલીસને આપી હતી. જેના કારણે પોલીસને આરોપી સુધી પહોંચવામાં મદદ મળી હતી અને ગણતરીના કલાકોમાં આરોપી અજય વર્માને ઝડપી પાડ્યો હતો. આરોપી સ્વીકારવા તૈયાર નહોતો: જોઇન્ટ CP
આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચના જોઇન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સે જણાવ્યું હતું કે, બાળકીએ જે પણ વિગત આપી હતી તેના આધારે અમે આરોપીની શોધખોળ કરી રહ્યા હતા. આ દરમિયાન 200થી વધુ સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી હતી. આખરે ગણતરીના કલાકોમાં અમે આરોપીની ધરપકડ કરી. સૌથી મહત્વની વાત એ છે કે, જ્યારે આરોપીની ધરપકડ કરવામાં આવી, ત્યારે તે સ્વીકારવા તૈયાર નહોતો કે તેણે આ કૃત્ય કર્યું છે. જોકે, વધારે પૂછપરછમાં તેણે આખરે સ્વીકાર્યું કે બાળકી સાથે દુષ્કર્મ તેણે જ આચર્યું છે. સીસીટીવી ફૂટેજમાં પણ આરોપી દેખાય છે. સૌપ્રથમ તો તે સહકાર આપી રહ્યો નહોતો, પરંતુ પૂછપરછ દરમિયાન તેણે બધી બાબત કબૂલી લીધી છે. જાણો શું છે સમગ્ર ઘટના
14 માર્ચ ધુળેટીની રાત્રે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા સુરત મહાનગરપાલિકાના ઇ-ચાર્જિંગ સ્ટેશન પાસે પોતના માતા-પિતા અને ભાઈ-બહેન સાથે છ વર્ષની માસૂમ સૂઈ રહી હતી. આરોપીએ ત્યાં પહોંચી બાળકીનું અપહણર કર્યું હતું. માસૂમને પોતાના ખોળામાં ઊંચકી લીધી અને ચોકલેટ આપી 50 મીટર દૂર આવેલા મનપાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે લઈ ગયો હતો. કોમ્પ્લેક્સના ગેટથી માત્ર 15 ફૂટ દૂર આરોપીએ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. બાળકીને લોહીલુહાણ જોઈ માતા હેબતાઈ ગઈ
આરોપી બાળકીને તેના માતા-પિતા જ્યાં સૂતા હતા ત્યાં મુકીને ફરાર થઈ ગયો હતો. બાળકી અસહ્ય પીડામાં પોતાની માતા પાસે પહોંચી હતી અને દર્દના કારણે નજીકમાં સૂઈ ગઈ હતી. 15 માર્ચની સવારે જ્યારે માતા ઉઠી ત્યારે પોતાની બાળકીને લોહીમાં લથપથ જોઇને હેબતાઈ ગઈ હતી. જોકે, પરિવાર દ્વારા તાત્કાલિક બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોએ માતા-પિતાને બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. 18 અધિકારી અને 150થી વધુ પોલીસકર્મી દ્વારા તપાસ
આ અંગે 15 માર્ચની સવારે 8:00 વાગ્યે જાણ થતા કતારગામ પોલીસ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી હતી. મામલાની ગંભીરતાને લઈને કતારગામ પોલીસ સાથે સિંગણપુર, મહીધરપુરા, ચોક બજાર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા બાળકી અને માતા-પિતાની પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન બાળકીએ જે સ્થળ અંગે માહિતી આપી હતી ત્યાં પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. 18 અધિકારીઓની ટીમમાં 150થી વધુ પોલીસ કર્મચારીઓ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી હતી. પોલીસે 200થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા
ઇ-ચાર્જિંગ સ્ટેશન અને આસપાસના વિસ્તારમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. બાળકીએ જે વિગતો પોલીસને જણાવી હતી તે અનુસંધાને સીસીટીવી ફૂટેજમાં આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેક્નિકલ સર્વેલન્સ અને 200થી વધુ સીસીટીવી ફૂટેજ અને બાળકી દ્વારા આપવામાં આવેલી વિગતો બાદ આખરે ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી હતી અને ગણતરીના કલાકોમાં આરોપી અજય વર્માની ધરપકડ કરી હતી. આરોપી શેરડીની લારી પર કામ કરતો હતો
આરોપી બે વર્ષ પહેલાં પણ સુરતમાં રહેતો હતો અને કલર કામ સાથે સંકળાયેલો હતો. ત્યાર બાદ આરોપી ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં પોતના વતન જતો રહ્યો હતો. જ્યાં તેનો પરિવાર રહે છે. જોકે, આરોપીએ દક્ષિણ ભારતના વિવિધ શહેરોમાં કામ કરી કર્યું હતું અને હાલમાં જ તે સુરત પરત આવ્યો હતો અને શેરડીની લારી પર કામ કરતો હતો. શેરડીની લારી પાસેથી માતા-પિતા સાથે પસાર થતી બાળકી પર નજર પડતા આરોપીની દાનત બગડી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments