શું તમે ઓનલાઈન ડેટિંગ એપથી હમસફર શોધી રહ્યા છો? જો હા તો ભારતની પાંચ ફેમસ એપમાં 3 ટ્રીકથી લોકો સાથે ફ્રોડ થઈ રહ્યા છે. તેનાથી બચવા માટે શું કરવું તે ભાસ્કર એક્સપ્લેનરમાં જાણો… આજના ડિજિટલ યુગમાં, ઓનલાઈન ડેટિંગ એપ્સથી ગુજરાતમાં લવ કનેક્શન શોધવાનો એક ફેમસ ટ્રેન્ડ બની ગયો છે. જોકે, ઓનલાઈન ડેટિંગ એપ્સ ફ્રોડથી ભરેલી છે. ડેટિંગ એપ કૌભાંડોમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. કેટફિશિંગ, રૂપિયાની વસૂલી અને નકલી રોકાણ યોજનાઓ જેવી છેતરપિંડી જાણવી આજના યુવાનો માટે મહત્વનું બની ગયું છે. કારણ કે ફ્રોડ કરનાર લોકો પ્રેમમાં ઘેલા નિર્દોષ લોકોને બેવકૂફ બનાવી રહ્યા છે અને લૂંટી રહ્યા છે. ભાસ્કર એક્સપ્લેનરમાં આવા ફ્રોડ લોકોની પ્રોફાઇલ કેવી રીતે ચકાસવી, ફેમસ ફ્રોડ ટ્રેન્ડ કેવી રીતે ઓળખવા અને તમારી વ્યક્તિગત માહિતીને કેવી રીતે સુરક્ષિત કરવી તે અંગે માહિતી આપવામાં આવી છે. ઓનલાઈન ડેટિંગ એપમાં ફ્રોડ કરનાર લોકો પ્રેમઘેલાઓની લાગણી સાથે રમીને તેમનો વિશ્વાસ મેળવે છે. અને પછી વિવિધ આઈડિયા વાપરીને તેમની પાસેથી રૂપિયાની ઉઘરાણી કરે છે. આવી શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ કેવી રીતે કરવી? તે વીડિયોમાં જાણી શકાય છે. સાથોસાથ રિવર્સ ઇમેજ સર્ચનો ઉપયોગ કેવી રીતે કરવો અને મજબૂત ઓનલાઈન સુરક્ષા કેવી રીતે જાળવી રાખવી તે શીખો. ગુજરાતમાં એક સુરક્ષિત ઓનલાઈન સમુદાય બનાવવા માટે આ મહત્વપૂર્ણ માહિતી તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. વધુ માહિતી માટે ઉપરના ફોટો પર ક્લિક કરો અને વીડિયો જુઓ