હાઈકોર્ટના અનેક આદેશો છતાં પીરાણા ખાતે આવેલા એસટીપીમાંથી ઝેરી ગેસ ધરાવતું પ્રદૂષિત પાણી નદીમાં ઠલવાઇ રહ્યું છે. સત્તાધીશોએ હાઈકોર્ટમાં છેલ્લી સુનાવણી દરમિયાન એવી રજૂઆત કરી હતી કે,પીરાણા પાસેના એસટીપીમાં હવે પાણી શુદ્ધ આવે છે.સત્તાધીશોના જુઠ્ઠાણાની પોલ ખોલતી આ તસ્વીર સાચી હકીકત બતાવી રહી છે. સીઇટીપીમાંથી નદીમાં ઠલવાતંુ પાણી કલરવાળું છે.જો એસટીપી અને સીઇટીપીમાં આ રીતે પાણી નદીમાં ઠલવાશે તો એ દિવસ દૂર નથી જયારે સાબરમતી સંપૂર્ણપણે સૂકાઇ જશે.