back to top
Homeદુનિયાપાક.માં લશ્કર-એ-તૈયબાનો મોસ્ટ વોન્ટેડ આતંકી ઠાર:જમ્મુ-કાશ્મીરમાં યાત્રાળુઓની બસ પર હુમલો કરાવ્યો હતો;...

પાક.માં લશ્કર-એ-તૈયબાનો મોસ્ટ વોન્ટેડ આતંકી ઠાર:જમ્મુ-કાશ્મીરમાં યાત્રાળુઓની બસ પર હુમલો કરાવ્યો હતો; આતંકી અબુ કતાલ હાફિઝ સઈદનો રાઈટ હેન્ડ હતો

લશ્કર-એ-તૈયબા (LeT)નો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અબુ કતાલ શનિવારે રાત્રે પાકિસ્તાનમાં ઠાર મરાયો છે. પંજાબ જિલ્લામાં અજાણ્યા હુમલાખોરો દ્વારા તેની હત્યા કરવામાં આવી હતી. અબુ કતાલ 26/11 ના મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદનો નજીક હતો. કતાલ લશ્કર-એ-તોયબાનો મુખ્ય સભ્ય હતો અને જમ્મુ અને કાશ્મીરમાં અનેક હુમલાઓનું કાવતરું ઘડનારો હતો. 9 જૂનના રોજ જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં શિવખોડી મંદિરથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર થયેલા હુમલામાં પણ કતાલ સામેલ હતો. આમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ રાજૌરી હુમલામાં કલાતનું નામ લીધું હતું રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ 2023 ના રાજૌરી હુમલામાં તેની ચાર્જશીટમાં અબુ કતાલનું નામ આપ્યું હતું. 1 જાન્યુઆરી, 2023ના રોજ, રાજૌરી જિલ્લાના ધાંગરી ગામમાં આતંકવાદી હુમલામાં નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. બીજા દિવસે, એક IED બ્લાસ્ટ પણ થયો. આ હુમલાઓમાં બે બાળકો સહિત સાત લોકો માર્યા ગયા હતા, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. NIA એ આ કેસમાં પાંચ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ વધુ આતંકવાદીઓનો સમાવેશ થાય છે. હાફિઝ સઈદે જમ્મુ-કાશ્મીરમાં મોટા હુમલાની જવાબદારી અબુ કતાલને આપી હતી. હાફિઝે કાતલને લશ્કરનો ચીફ ઓપરેશનલ કમાન્ડર બનાવ્યો હતો. કાતલને હાફિઝ તરફથી આદેશ મળતો હતો, જેના પછી તે કાશ્મીરમાં મોટા હુમલાઓ કરતો હતો. તે 9 જૂને રિયાસી હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. સેના સહિત તમામ સુરક્ષા એજન્સીઓ માટે તે મોટો પડકાર બની રહ્યો હતો. NIAની ચાર્જશીટમાં ત્રણ આતંકવાદીઓનું નામ અબુ કતાલ, સૈફુલ્લા ઉર્ફે સાજીદ જટ્ટ (જે અલી, હબીબુલ્લાહ અને નોમાન સહિત અન્ય ઘણા નામોથી પણ જાણીતો હતો) છે અને મોહમ્મદ કાસિમ તરીકે કરવામાં આવ્યો હતો. અબુ કતાલ અને સાજિદ જટ્ટ પાકિસ્તાની નાગરિક હતા, જ્યારે મોહમ્મદ કાસિમ ભારતીય હતો અને 2002ની આસપાસ પાકિસ્તાન જતો રહ્યો હતો. ત્યાં ગયા પછી તે લશ્કર-એ-તૈયબામાં જોડાયો. NIAની તપાસમાં સામે આવ્યું છે કે આ ત્રણેયને જવાબદારી આપવામાં આવી હતી કે તેઓ લશ્કર-એ-તૈયબામાં પાકિસ્તાની આતંકવાદીઓની ભરતી કરવાની અને તેમને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ કરવા માટે તહેનાત કરશે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments