યુરોપિયન દેશ નોર્થ મેસેડોનિયામાં એક નાઈટક્લબમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 50 લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કોન્સર્ટ કોકાની શહેરમાં યોજાયો હતો. અહીં એક હિપ-હોપ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1500 લોકો ભેગા થયા હતા. ત્યારે લગભગ 30 હજારની વસ્તી ધરાવતા આ શહેરમાં પલ્સ નામની નાઈટ ક્લબમાં આગ ફાટી નીકળી,. જ્યારે પ્રખ્યાત હિપ-હોપ જોડી ADNનો મ્યુઝિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. એવું માનવામાં આવે છે કે કાર્યક્રમ દરમિયાન કોઈએ ક્લબની અંદર ફટાકડા ફોડ્યા હતા, જેના કારણે આગ લાગી હતી. આગ લાગ્યા બાદ અફરા-તફરી મચી ગઈ હતી અને નાસભાગમાં કેટલાક લોકો કચડાઈ ગયા હતા. દુર્ઘટનાના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો…