વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રખ્યાત પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન સાથે લાંબી વાતચીત કરી છે. આ પોડકાસ્ટ રવિવારે, 16 માર્ચે સાંજે 5:30 વાગ્યે પ્રસારિત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન વચ્ચે ત્રણ કલાક લાંબો અને ‘શાનદાર’ પોડકાસ્ટ વાતચીત આજે સાંજે રિલીઝ થશે. રશિયન-અમેરિકન વૈજ્ઞાનિક લેક્સ ફ્રીડમેને આ પહેલા તેઓ ડોનાલ્ડ ટ્રમ્પ, ઈલોન મસ્ક, વ્લાદિમીર ઝેલેન્સ્કી અને માર્ક ઝુકરબર્ગ જેવી હસ્તીઓનો ઇન્ટરવ્યુ લઈ ચુક્યા છે. સૂત્રોએ જણાવ્યું કે આ પોડકાસ્ટમાં PMએ તેમના જીવનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની મહત્વપૂર્ણ ભૂમિકાઓ અને સમાજમાં તેમના યોગદાન વિશે વિગતવાર ચર્ચા કરી છે. AI અને રોબોટિક્સ પર કામ કરતા ફ્રીડમેન 2014માં ગૂગલમાં જોડાયા હતા. જો કે 6 મહિનામાં જ તેમણે નોકરી છોડી દીધી હતી. પછી 2018માં પોડકાસ્ટ શરૂ કર્યું. તેમની યુટ્યુબ ચેનલના 45 લાખથી વધુ સબસ્ક્રાઈબર્સ છે. “3 કલાકનો શાનદાર પોડકાસ્ટ” લેક્સ ફ્રીડમેને પણ એક એક્સ-પોસ્ટમાં આ પોડકાસ્ટ વિશે માહિતી આપી હતી. તેમણે લખ્યું છે કે, “નરેન્દ્ર મોદી સાથે મેં અદ્ભુત 3 કલાક પોડકાસ્ટમાં વાતચીત કરી. આ મારા જીવનની સૌથી મોટી ચર્ચાઓમાંની એક હતી.” રશિયામાં જન્મ, અમેરિકામાં શિક્ષણ મેળવ્યું 15 ઓગસ્ટ, 1983ના રોજ રશિયાના ચકલોવસ્કમાં જન્મેલા ફ્રિડમેન મોસ્કોમાં મોટા થયા. સોવિયેત સંઘના વિઘટન પછી, જ્યારે તેઓ 11 વર્ષના હતા, ત્યારે તેમનો પરિવાર રશિયાથી શિકાગો ગયો હતો. તેમણે નેપરવિલે, ઇલિનોઇસમાં ન્યુક્વા વેલી હાઇ સ્કૂલમાં અભ્યાસ કર્યો અને ડ્રેક્સેલ યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં બીએસ અને એમ.એસ.ની ડિગ્રી મેળવી છે. તેમણે ડ્રેક્સેલમાંથી ઇલેક્ટ્રિકલ અને કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં પીએચડી પણ કર્યું છે. ગુગલમાં નોકરી મળી, છ મહિનામાં છોડી દીધી ફ્રીડમેનને બાયોમેટ્રિક્સમાં પીએચડી માટે ગૂગલમાં નોકરી મળી ગઈ હતી. પણ છ મહિના પછી તેમણે નોકરી છોડી દીધી. પછી તેઓ બિગ ડેટા એનાલિટિક્સ પર કામ કરવા માટે મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT), યુએસએમાં રિસર્ચ સાયન્ટિસ્ટ તરીકે જોડાયા હતા. 2018માં પહેલો પોડકાસ્ટ કર્યો, 2020માં નામ બદલ્યું
ફ્રીડમેને 2018માં MITમાં રિસર્ચ સાયન્ટિસ્ટ તરીકે કામ કરતી વખતે પોતાનું પોડકાસ્ટ શરૂ કર્યું. શરૂઆતમાં તેનું નામ ધ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પોડકાસ્ટ રાખવામાં આવ્યું હતું. બાદમાં 2020માં તેનું નામ બદલીને ધ લેક્સ ફ્રિડમેન પોડકાસ્ટ રાખવામાં આવ્યું. 2025માં, ચેનલના 45 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ હતા. શું છે પીએમ મોદી સાથેની મુલાકાતની કહાની? લેક્સ ફ્રિડમેને 19 જાન્યુઆરીએ X પરની એક પોસ્ટમાં જાહેરાત કરી હતી કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઈન્ટરવ્યુ લેવા ભારત જઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે તે લેક્સ ફ્રીડમેન પોડકાસ્ટ માટે પીએમ મોદીનો ઈન્ટરવ્યુ લેશે. લેક્સે વધુમાં લખ્યું, “હું ક્યારેય ભારત આવ્યો નથી, પણ “હું ત્યાંની ઐતિહાસિક અને આકર્ષક સંસ્કૃતિના ઘણા પાસાઓનો અનુભવ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.” અમેરિકન પોડકાસ્ટર સાથે ઈન્ટરવ્યુમાં આ બીજી વખત હશે જ્યારે વડાપ્રધાન મોદી પોડકાસ્ટ શોનો ભાગ હશે. આ પહેલા વડાપ્રધાને જાન્યુઆરીમાં ઝેરોધાના કો-ફાઉન્ડર નિખિલ કામત સાથે પોડકાસ્ટ કર્યો હતો. જેમાં પીએમ મોદીએ તેમના જીવનથી લઈને ભારતના ભવિષ્ય સુધીની દરેક વાત કરી હતી. પીએમ મોદી સંબંધિત આ સમાચાર પણ વાંચો… મોદીએ કહ્યું- મારાથી પણ ભૂલો થાય છે… હું માણસ છું, ભગવાન નહીં: હું એવો વ્યક્તિ નથી જે ફેલ થયા પછી રડતો રહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝેરોધાના કો-ફાઉન્ડર નિખિલ કામત સાથે પોડકાસ્ટ કર્યો હતો. આ વીડિયો 10 જાન્યુઆરીએ સામે આવ્યો હતો. આમાં પીએમ મોદી કહે છે કે તેઓ પણ ભૂલો કરે છે, તેઓ એક માણસ છે, ભગવાન નથી. આ પીએમ મોદીનો પહેલો પોડકાસ્ટ ઇન્ટરવ્યુ હતો.