અમદાવાદ એરપોર્ટ પાસેની તંદૂર હોટલમાંથી યુવતીની લાશ મળી હોવાના કેસને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે. ચિંતન વાઘેલા નામનો યુવક યુવતી સાથે રૂમમાં ગયો હતો અને તેને જ ગળેટૂંપો દઈ યુવતીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. તે યુવતીનો મિત્ર હોવાની પણ વાત સામે આવી છે. હત્યા બાદ તે આણંદ તરફ ભાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો આરોપી યુવકની ધરપકડ કરી તેની પૂછપરછ ચાલી રહી છે. યુવકે ગળેટૂંપો દઈ હત્યા કરી હોવાની શક્યતા
પ્રાથમિક તપાસમાં ચિંતન વાઘેલા નામનો યુવક તેની સાથે રૂમમાં ગયો હતો. જે બાદ યુવક નીકળી ગયો હતો. યુવકે ગળેટૂંપો આપી હત્યા કરી હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. યુવતી સાથે યુવક રૂમમાં ગયો હતો
એરપોર્ટમાં કામ કરતી યુવતીની તંદૂર હોટલના રૂમમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી. પોલીસ તપાસમાં યુવતી સાથે એક યુવક રૂમમાં ગયો હતો જેણે યુવતીની હત્યા કરી હોવાના શંકાના આધારે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. 22 વર્ષીય નસરીનબાનુ ફિરોઝ અખ્તર એરપોર્ટ પર કામ કરતી હતી
મૂળ ઉત્તરપ્રદેશની અને હાલ રામોલમાં રહેતી 22 વર્ષીય નસરીનબાનુ ફિરોઝ અખ્તર એરપોર્ટ પર કામ કરતી હતી. 16 માર્ચે સાંજે તેની એરપોર્ટ પાસે આવેલ તંદૂર હોટેલના રૂમમાંથી લાશ મળી હતી. આ મામલે એરપોર્ટ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને લાશને પોસ્ટમોટર્મ માટે મોકલી અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી.