સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડર કોર્બિન બોશે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) રમવા માટે પાકિસ્તાન સુપર લીગ છોડી દેવાનો નિર્ણય લીધો છે. આ સિઝન માટે તેને મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બોશના નિર્ણયથી નાખુશ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ તેમને કાનૂની નોટિસ મોકલી છે. કોર્બિન પર કરારના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. PCB એ કોર્બિનને તેમના નિર્ણય પર જવાબ આપવા કહ્યું છે. PCB નારાજ ખેલાડીઓ IPLમાં જવાથી ડરી રહ્યા છે ઇજાગ્રસ્ત લિઝાર્ડ વિલિયમ્સની જગ્યાએ મુંબઈ ઇન્ડિયન્સે 8 માર્ચે કોર્બિન બોશ સાથે કરાર કર્યો. જે બાદ કોર્બિન બોશે પીએસએલમાંથી ખસી જવાનો નિર્ણય લીધો. પીએસએલ અને આઈપીએલ એકસાથે રમાશે. આઈપીએલ 22 માર્ચથી 25 મે સુધી ચાલશે, જ્યારે પીએસએલ 11 એપ્રિલથી 18 મે સુધી રમવાનું છે. જાન્યુઆરીમાં યોજાયેલા પીએસએલ ડ્રાફ્ટમાં પેશાવર ઝાલ્મી દ્વારા ડાયમંડ કેટેગરીમાં કોર્બિન બોશની પસંદગી કરવામાં આવી હતી. કોર્બિન બોશ ત્રણ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા છે. તેણે ગયા વર્ષે ડિસેમ્બરમાં પાકિસ્તાન સામે વનડે ડેબ્યૂ કર્યું હતું. ડિસેમ્બરમાં જ તેણે પાકિસ્તાન સામે ટેસ્ટ ડેબ્યૂ પણ કર્યું. બોશ SA20 અને CPL જેવી લીગ પણ રમી PCB એ PSL સીઝનની તારીખોમાં ફેરફાર કર્યો