back to top
Homeગુજરાતરક્ષિતના સાથી જ સાક્ષી બને તેવી શક્યતા:8 લોકોને ઉડાડનારા નબીરા સામેનો કેસ...

રક્ષિતના સાથી જ સાક્ષી બને તેવી શક્યતા:8 લોકોને ઉડાડનારા નબીરા સામેનો કેસ મજબૂત કરવા બે મિત્રો સાક્ષી બની શકે, વકીલે કહ્યું- આવું થાય તો કેસ ફૂલપ્રૂફ થઈ જાય

વડોદરા શહેરમાં મુખ્ય માર્ગ પર બેફામ કાર ચલાવીને 8 લોકોને પરફેક્ટ લેનાર રક્ષિત ચૌરસિયા હવે જેલમાં ગયો છે, જોકે તેની કારમાં આરોપીની બાજુમાં બેઠેલા પ્રાંશુ સામે કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. આ કેસમાં રક્ષિતના મિત્ર પ્રાંશુ અને સુરેશ આ કેસમાં સાક્ષી બને તેવી શક્યતા છે. વકીલના મતે જો સાક્ષી તરીકે બંનેને કોર્ટમાં રજૂ કરીને BNSની કલમ 183 મુજબ બંનેના નિવેદન લેવામાં આવશે તો રક્ષિત સામેનો કેસ મજબૂત થઈ જશે. રક્ષિતના મિત્રોને જ આ કેસમાં સાક્ષી બનાવાય તેવી શક્યતા
વડોદરામાં સર્જાયેલા ‘રક્ષિતકાંડ’માં નવો વળાંક આવી શકે છે. અકસ્માત સમયે રક્ષિત સાથે તેનો જે મિત્ર પ્રાંશુ હતો તે અને અકસ્માત પહેલા રક્ષિત જેમના ઘરે ગયો હતો તે મિત્ર આ કેસમાં સાક્ષી બને તેવી શક્યતા છે. શું કહી રહ્યા છે વકીલ?
વડોદરાના જાણીતા વકીલ હિતેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, પોલીસ આરોપી મિત્ર સામે તેના મિત્રનું જો મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવડાવી દે તો ભવિષ્યમાં સાક્ષી ફરી પણ ન શકે અને મદદ માટે હોસ્ટાઈલ પણ નથી શકે. તો કેસ ફુલ પ્રુફ થઈ જાય. રક્ષિતે જે કારથી અકસ્માત સર્જયો તે કાર તેના મિત્ર પ્રાંશુની
રક્ષિતકાંડમાં આરોપી રક્ષિત જે કાર ચલાવતો હતો, તે કાર તેના મિત્ર પ્રાંશુની હતી. આ ઉપરાંત આરોપી રક્ષિત જેના ઘરે ગયો હતો, તે ઘર તેના મિત્ર સુરેશનું હતું. જોકે, ત્રણેય મિત્ર ભાડાના મકાનમાં જ રહેતા હતા. ત્રણેય મિત્ર હોવા છતાં અલગ અલગ ભાડાના મકાનમાં રહેતા હતા. આ ઉપરાંત આરોપી રક્ષિત રાત્રિના સમયે તેના મિત્રોના ઘરે રોકાઈ જતો હતો. રક્ષિત ભાડાના મકાનમાં રહેતો હતો, પરંતુ તે પોતાના ભાડાના મકાનમાં ભાગ્યે જતો હતો. વધારે સમય તે બહાર જ રહેતો હતો. કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં રક્ષિત ચૌરસિયા સામે નોંધાયેલી પોલીસ ફરિયાદમાં રક્ષિતના મિત્ર પ્રાંશુ ચૌહાણનું એડ્રેસ વાસણા ભાયલી રોડ પર આવેલ વેરેન્જા મેરેડીયન છે. જોકે, દિવ્ય ભાસ્કરે તપાસ કરતા આવી કોઈ સોસાયટી વાસણા ભાયલી રોડ પર છે જ નહીં. આ મામલે વધારે તપાસ કરતા વાસણા ભાયલી રોડ પર વિસેન્ઝા મેરેડીયન આવેલી છે. અહીં જઈને તપાસ કરતા 204 નંબરના ફ્લેટમાં પ્રાંશુ ભાડાના ફ્લેટમાં રહે છે. જો કે પ્રાંશુ તેના આ મકાનમાં ક્યારેક જ આવે છે. દિવ્ય ભાસ્કરની તપાસમાં એ પણ બહાર આવ્યું કે, પ્રાંશુના પિતા કોલકત્તામાં રહે છે. આ પણ વાંચોઃ રક્ષિતે અકસ્માત સર્જયો તે પહેલાના સીસીટીવી પારસ સોસાયટીમાં રક્ષિત અને પ્રાંશુ કાર લઈને નીકળ્યા હતા
રક્ષિત અને પ્રાંશુનો મિત્ર સુરેશ વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલ પારસ સોસાયટીમાં રહે છે અને ત્યાંથી જ રક્ષિત અને પ્રાંશુ કારમાં બેસીને નીકળ્યા હતા અને તેઓ જ્યારે ચંદ્રાવલી સર્કલ પાસે પહોંચ્યા, ત્યારે ચંદ્રાવલી સર્કલથી મુક્તાનંદ સર્કલ વચ્ચે રક્ષિતે 3 ટુ વ્હીલરમાં જતા 8 લોકોને ઉલાળ્યા હતા. 13 માર્ચે રાત્રિના 8 લોકોને ઉડાડ્યા, એકનું મોત
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ પાસે ગઈકાલે (13 માર્ચ, 2025) રાત્રે નશામાં ચૂર કારચાલકે 8 લોકોને અડફેટે લઈને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા, જેમાં હેમાલીબેન પટેલ નામની મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમના પતિ પૂરવ પટેલને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનામાં કુલ એક બાળક અને એક બાળકી સહિત 7ને ઈજા થઈ હતી. અકસ્માત બાદ આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે આરોપી કારચાલક રક્ષિત રવિશ ચૌરસિયા (વારાણસી, ઉત્તરપ્રદેશ) અને તેની બાજુમાં બેઠેલા પ્રાંશુ ચૌહાણની ધરપકડ કરી સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો હતો. કારચાલક રક્ષિત ચૌરસિયા એમ.એસ.યુનિવર્સિટીમાં કાયદાનો, જ્યારે પ્રાંશુ ચૌહાણ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments