રાજપીપળાની કુળદેવી માં હરસિદ્ધિ માતાજીના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે માતાજીને 134 વ્યંજનોનો વિશેષ મહાભોગ ધરાવવામાં આવ્યો. સ્વામિનારાયણ ગુરુકુળ રાજપીપળાના સ્વામી સિદ્ધેશ્વરજીના યજમાનપદે આ મહાભોગનું આયોજન કરવામાં આવ્યું. મહાભોગમાં માત્ર શુદ્ધ સામગ્રીનો જ ઉપયોગ કરવામાં આવ્યો. શુદ્ધ કેળાનું પાણી, ગીર ગાયનું દેશી ઘી અને વિદેશી ફળોનો ઉપયોગ કરવામાં આવ્યો. મંદિરના પ્રસાદ રૂમમાં સ્વામિનારાયણના સંતો અને બ્રાહ્મણો દ્વારા 300 કિલોથી વધુ પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો. મહાભોગના દર્શન સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવ્યાં હતા. મંદિર પરિસરમાં 55 જોડા યજ્ઞમાં બેઠા હતા. એક સાથે 25 હજાર ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. કાર્યક્રમમાં રાત્રે યુવા આદિવાસી કલાકાર ઉર્વી રાઠવાએ ડાયરાની રમઝટ જમાવશે. સ્વામી સિદ્ધેશ્વરજીએ જણાવ્યું કે, રાજવી પરિવારની કુળદેવીના પ્રાગટ્ય દિવસે માતાજીની પૂજા અને ભોજનનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું. તેમણે જાતે મીઠાઈ અને ગાંઠિયા બનાવ્યા. સામાન્ય રીતે 56 ભોગની પરંપરા છે, પરંતુ આ વખતે ફરસાણ, મીઠાઈ, સૂકા મેવા અને તાજા ફળો સહિત 134 વ્યંજનો તૈયાર કરવામાં આવ્યા.