back to top
Homeગુજરાતસ્ટાફની અછત હોવાથી ગુનાઓની સમયસર તપાસ થઈ શકતી નથી:ઓનલાઇન છેતરપિંડીના રોજના 30થી...

સ્ટાફની અછત હોવાથી ગુનાઓની સમયસર તપાસ થઈ શકતી નથી:ઓનલાઇન છેતરપિંડીના રોજના 30થી 40 ગુના સામે સાઇબર ક્રાઇમમાં માત્ર 120 લોકોનો સ્ટાફ

મિતેશ બ્રહ્મભટ્ટ

અમદાવાદમાં સાઇબર ગઠિયાઓ પ્રતિદિન 30 થી 40 લોકોને શિકાર બનાવી રહ્યા છે. જે અનુસાર આખા વર્ષમાં શહેરમાં સાઈબર ક્રાઈમના 15 હજાર જેટલા ગુના બને છે. જેની સામે આખા શહેરમાં 1 વર્ષમાં આટલા ગુના બને છે. તેમ છતાં સાઇબર ક્રાઇમના ગુનાઓની તપાસ કરવા માટે સાઈબર ક્રાઈમ પાસે માત્ર 120 માણસોનો સ્ટાફ છે. જેની સરખામણીમાં ક્રાઈમ બ્રાંચના તાબા હેઠળની અન્ય એજન્સીઓ જેવી કે મુખ્ય ક્રાઈમ બ્રાંચ, એસઓજી, આર્થિક ગુના નિવારણ શાખા અને મહિલા ક્રાઈમ બ્રાંચમાં 500 માણસોનો સ્ટાફ છે. જ્યારે આ તમામ શાખાઓમાં વર્ષ દરમિયાન 1 હજાર ગુના પણ નોંધાતા નથી. અમદાવાદ ક્રાઈમ બ્રાંચના સંયુકત પોલીસ કમિશનરના તાબા હેઠળ મુખ્ય 5 બ્રાંચ આવેલી છે. જેમાં મુખ્ય ક્રાઈમ બ્રાંચ, સાઈબર ક્રાઈમ, એસઓજી, ઈઓડબલ્યુ અને મહિલા ક્રાઈમ બ્રાંચનો સમાવેશ થાય છે. જો કે છેલ્લા ઘણા વર્ષોથી સાઈબર ક્રાઈમના ગુનાઓનું પ્રમાણ હદપાર વધી ગયુ છે. પરંતુ સાઈબર ક્રાઈમમાં સ્ટાફની અછત હોવાથી આ ગુનાની યોગ્ય તપાસ થઈ શકતી નથી. અધિકારીઓનું કહેવુ છે કે કોઈ પણ એક કેસ ઉપર કામ કરી જેમાં ગુનેગારો ગુજરાત બહારના હોય તો તેમને પકડતા અઠવાડિયા જેટલો સમય લાગે છે. તે તપાસ પુરી થાય ત્યાં સુધીમાં બીજી 100 તપાસો આવી જાય છે. જેના કારણે દરેક ગુનાની યોગ્ય તપાસ થઈ શકતી નથી. જેની સરખામણીમાં ક્રાઈમ બ્રાંચના તાબા હેઠળની અન્ય બ્રાંચમાં આખા વર્ષમાં 1 હજાર જેટલા ગુના પણ દાખલ થતા નથી. તેમ છતાં આ એજન્સીઓમાં સાઈબર ક્રાઈમ કરતાં 3 ગણો સ્ટાફ રાખવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાંચ અને એસઓજીમાં આખા વર્ષમાં જેટલા પણ ગુના દાખલ થાય છે તેમાંથી 40 ટકા જેટલા ગુના દારૂ, જુગાર અને ડ્રગ્સના જ હોય છે. લો એન્ડ ઓર્ડરની જવાબદારી પણ ક્રાઇમ બ્રાંચના માથે જ છે
મુખ્ય ક્રાઈમ બ્રાંચ કે જેના ડીસીપી અજીત રાજીયન છે, આ બ્રાંચની જવાબદારી માત્ર અને માત્ર ગુના દાખલ કરીને તેની તપાસ કરવાની નથી. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કંટ્રોલમાં રાખવાની જવાબદારી પણ ક્રાઈમ બ્રાંચની છે. આ ઉપરાંત વીવીઆઈપી બંદોબસ્ત, વાર તહેવારનો બંદોબસ્ત તેમજ શહેરમાં કોઈ પણ ઘટના બને તો તેની તપાસ કરવાની જવાબદારી ક્રાઈમ બ્રાંચના માથે હોય છે. શહેરમાં છેતરપીંડીના ગુનાઓ હદપાર વધી જતા તેની યોગ્ય તપાસ થાય તે માટે 2021 માં આર્થિક ગુના નિવારણ શાખા ઉભી કરવામાં આવી હતી. જેમાં 1 ડીસીપી, 1 એસીપી, 9 પીઆઈ, 7 પીએસઆઈ અને 60 માણસો છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ડીસીપીની જગ્યા ખાલી પડી છે. જેનો ચાર્જ એસઓજીના ડીસીપી જયરાજસિંહ વાળા પાસે છે.
દરેક પોલીસ સ્ટેશનમાં પણ સાઇબર સેલ ઊભા કરાયા છે
સાઈબર ક્રાઈમના ગુનામાં રકમ 5 લાખથી વધુ હોય તેવા કિસ્સામાં ફરિયાદ સાઈબર ક્રાઈમમાં દાખલ થાય છે. જ્યારે તેનાથી ઓછી રકમ વાળી છેતરપિંડીની ફરિયાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં દાખલ કરાય છે. પોલીસ સ્ટેશનોમાં આવતી સાઈબર ક્રાઈમની ફરિયાદોની તપાસ માટે દરેક પોલીસ સ્ટેશનમાં અલગથી સાઈબર સેલ ઉભા કરાયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments