અજય ગોસ્વામી
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો (વીએમસી)નો 10 વર્ષ અગાઉનો રેન્ટલ કમ ટ્રાન્ઝિટ હાઉસિંગ પાઇલટ પ્રોજેક્ટ ભૂત બંગલામાં પરિવર્તિત થયો છે. પાલિકાએ 13.90 કરોડ ચૂકવી બનાવેલી 2 ઇમારત ખંડેર બની ગઈ છે. 2015માં પાલિકાના એફોર્ડેબલ હાઉસિંગ વિભાગે છાણીના 2 પ્લોટ પર રેન્ટલ કમ ટ્રાન્ઝિટ હાઉસિંગના 272 અને 226 મળી 498 આવાસો બનાવવાનું નક્કી કર્યું. જેનો ખર્ચ 13.90 કરોડ અંકાયો હતો. જ્યારે કામ બેકબોન એન્ટરપ્રાઈઝને સોંપાયું હતું. આવાસ રોડ અને બિલ્ડરોના મજૂરોને ભાડે રહેવા બનાવવાનાં હતાં.
છાણીમાં આવાસના બાંધકામ થતાં લોકવિરોધ થયો હતો. 226 આવાસો છાણીમાં પડતાં મૂકી હરણી ખસેડાયાં હતાં. જ્યાં 226ના બદલે 94 આવાસો થાય તેમ હતું. જ્યાં ડિઝાઇન-સ્ટ્રક્ચર બદલાયાનું નોંધી આવાસો ઘટવા છતાં ખર્ચ 14.53 કરોડથી વધારી 20 કરોડ આંક્યો હતો.
કોન્ટ્રાક્ટરને 13.90 કરોડ ચૂકવાઈ ગયા છે. ત્યારબાદ પાલિકાએ રેન્ટલ કમ ટ્રાન્ઝિટની સ્કીમ ફેલ સમજી 2 આવાસોમાંથી 1 બનાવવાનો નિર્ણય લીધો હતો. 2 આવાસમાંથી 1 આવાસ બનાવી 16 ચોમીના આવાસ 32 ચોમીના કરવા 15.29 લાખનો વધુ ખર્ચ કરી વેચાણ કરવાનું નક્કી કર્યું હતું. 2020માં ફરી છાણી-હરણીના આવાસોના ઉપયોગમાં ફેરબદલ કરી હવે ફરી રેન્ટલ કમ ટ્રાન્ઝિટ હાઉસિંગ તરીકે ઉપયોગ કરવાનું નક્કી થયું છે. પાલિકાના પાઇલટ પ્રોજેક્ટનું ‘દિલ્હીથી દોલતાબાદ અને દોલતાબાદથી દિલ્હી’ }ડૉ. હિતેન્દ્ર પટેલ, પૂર્વ અધ્યક્ષ,સ્થાયી સમિતિ
7 ફેબ્રુઆરી, 2015: ~14.53 કરોડના ખર્ચે છાણીમાં બેકબોન એન્ટર.ને રેન્ટેડ કમ ટ્રાન્ઝિટ હાઉસિંગના 498 આવાસોને લીલી ઝંડી આપી હતી }ભરત ડાંગર, પૂર્વ મેયર
20 જૂન, 2016 : સામાન્ય સભામાં વધારાના બાંધકામ તરીકે 14.53 કરોડના કામમાં 6.28નો વધારો કરી કુલ ખર્ચ 20.81 કરોડની મંજૂરી આપી. }ડૉ. જિગીષા શેઠ, પૂર્વ મેયર
15 જુલાઈ, 2019 : સામાન્ય સભામાં 366 પૈકી 188 આવાસોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તબદીલ કરવાની મંજૂરી સાથે 15.53 લાખનો વધારાનો ખર્ચ કરવાની સભાએ મંજૂરી આપી. }સતીષ પટેલ, પૂર્વ અધ્યક્ષ, સ્થાયી સમિતિ
11 ડિસેમ્બર, 2020 : આખો પ્રોજેક્ટ “આત્મનિર્ભર” અભિયાન હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તબદીલ થયેલા 366 આવાસોને ફરી રેન્ટેડ હાઉસમાં તબદીલ કરવાની મંજૂરી. }કેયુર રોકડિયા, પૂર્વ મેયર
24 જૂન,2021 : સ્થાયી સમિતિમાં મંજૂર થયેલા પ્રધાનમંત્રી આવાસને રેન્ટેડ હાઉસમાં તબદીલ કરવાની મંજૂરી. પ્રોજેક્ટ નિષ્ફળ જશે, મેં કહ્યું હતું
2015માં દરખાસ્ત મંજૂર થઈ ત્યારથી વિરોધ કર્યો હતો. બિલ્ડર કે કોન્ટ્રાક્ટરની સાઈટ પર મફત રહેતા મજૂરો ભાડું શું કામ ચૂકવે? > પુષ્પા વાઘેલા, કાઉન્સિલર દરવાજા-બારીની ગ્રીલની ચોરી થઈ ગઈ, પછી ખંડેર સાચવવા સિક્યુરિટી બેસાડી છાણી અને હરણીમાં પાલિકાએ બનાવેલી બંને ઇમારતો ભૂત બંગલાની જેમ ખંડેર હાલતમાં છે. ખંડેર થઈ ગયેલી ઇમારતોના દરવાજા અને બારીની લોખંડની ગ્રીલ સહિત અન્ય સામાનની ચોરી થઈ હતી. ત્યાર પછી પાલિકાએ ઇમારતો સાચવવા સિક્યોરિટી ગાર્ડ મૂક્યા છે. આમ પાલિકા ભૂત બંગલાના 13.90 કરોડ ચૂકવ્યા બાદ બિન-ઉપયોગી થયેલી ઇમારતો સાચવવાનો ખર્ચ કરી રહી છે. બંને ઇમારતો 20.72 કરોડના ભાડેથી કોન્ટ્રાક્ટ આપવા માટે એરિના કંપનીની દરખાસ્ત 2021માં સ્થાયીમાં રજૂ થઈ હતી, જે નામંજૂર થઈ હતી. કોન્ટ્રાક્ટ હેઠળ 14 કરોડનો ખર્ચ બાદ કરતાં 6 કરોડનો ફાયદો હતો. હાલ 30 ચોમીના 188 આવાસ છે. હવે 6 કરોડના ખર્ચે ઇમારતોનું સમારકામ થશે. ભાડે આપવાના કોન્ટ્રાક્ટનું ફરી ટેન્ડરિંગ કરવામાં આવ્યું છે.
> દિલીપ રાણા, મ્યુ. કમિશનર