back to top
Homeમનોરંજન52 વર્ષે 'દાદા' એક્ટિંગની પીચ પર બેટિંગ કરશે!:'ખાખી: ધ બેંગાલ ચેપ્ટર'માં એન્ગ્રી...

52 વર્ષે ‘દાદા’ એક્ટિંગની પીચ પર બેટિંગ કરશે!:’ખાખી: ધ બેંગાલ ચેપ્ટર’માં એન્ગ્રી પોલીસ મેનની ભૂમિકા ભજવશે સૌરવ ગાંગુલી, ફેન્સ પાસેથી મળ્યો ગજબ રીસપોન્સ

પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલી હવે એક્ટિંગમાં હાથ અજમાવશે. તે ટૂંક સમયમાં નેટફ્લિક્સની વેબ સિરીઝ ‘ખાખી: ધ બેંગાલ ચેપ્ટર’માં લીડ રોલમાં જોવા મળશે. તાજેતરમાં એક પ્રમોશનલ વીડિયો સામે આવ્યો છે જેમાં તે પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. સૌરવ ગાંગુલી નેટફ્લિક્સ સિરીઝમાં જોવા મળશે
સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સે સોમવારે 17 માર્ચે એક વીડિયો રિલીઝ કર્યો. આ વીડિયોમાં, સૌરવ ગાંગુલી પોલીસના અવતારમાં જોવા મળી રહ્યો છે. સૌરવ ગાંગુલીનું એક્ટર તરીકે ડેબ્યૂ
સૌરવ ગાંગુલી 52 વર્ષની ઉંમરે એક્ટર તરીકે ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. ક્રિકેટરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. સૌરવની એક્ટિંગને જોવા માટે ફેન્સ ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છે. ફેન્સ પાસેથી મળ્યો ગજબ રીસપોન્સ
નેટફ્લિક્સની આ પોસ્ટ પર ચાહકો તરફથી સકારાત્મક પ્રતિક્રિયાઓ આવી રહી છે. એક યુઝરે કોમેન્ટ કરી, ‘શું વાત છે દાદા, તમે તો મલ્ટી ટેલેન્ટેડ છો. અમે તમારી એક્ટિંગ જોવા માટે ઉત્સાહિત છીએ. હું તમારા સીન વારંવાર જોઈશ. જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘દાદા, તમે અમને એક અદ્ભુત સરપ્રાઈઝ આપ્યું છે.’ ‘ખાખી: ધ બેંગાલ ચેપ્ટર’ 20 માર્ચે રિલીઝ થશે
સૌરવ ગાંગુલીની સિરીઝ ‘ખાખી: ધ બેંગાલ ચેપ્ટર’ 20 માર્ચે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. સૌરવ ગાંગુલીનો વીડિયો શેર કરતા, નેટફ્લિક્સે ઇન્સ્ટાગ્રામ પોસ્ટના કેપ્શનમાં લખ્યું, ‘બંગાળ વાઘ બેંગાલ ચેપ્ટરને મળ્યો.’ ગાંગુલી પર બાયોપિક બનાવવાની પણ ચર્ચા છે
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ હતી કે ગાંગુલી પર બાયોપિક પણ બનવા જઈ રહી છે. જેમાં રાજકુમાર રાવ પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલીની ભૂમિકામાં જોવા મળશે. થોડા સમય પહેલા, ક્રિકેટરે પોતે જાહેરાત કરી હતી કે રાજકુમાર રાવ મોટા પડદા પર તેમની ભૂમિકા ભજવશે. સૌરવ ‘દાદા’ તરીકે ઓળખાય છે
સૌરવ ગાંગુલીને ક્રિકેટનો રાજા કહેવામાં આવે છે. ભારતીય ટીમમાં દાદા તરીકે પ્રખ્યાત સૌરવ ગાંગુલીએ ભારત માટે 311 વનડે અને 113 ટેસ્ટ મેચ રમી છે. તેઓ BCCIના પ્રમુખ અને અત્યાર સુધીના સૌથી સફળ કેપ્ટન રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments