back to top
Homeગુજરાતધુળેટીની મહેફિલમાં બિયર પીવું ભારે પડ્યું:હાથમાં બીયરના ટીન સાથે લથડીયા ખાતાં અને...

ધુળેટીની મહેફિલમાં બિયર પીવું ભારે પડ્યું:હાથમાં બીયરના ટીન સાથે લથડીયા ખાતાં અને નાચતા હોવાનો વીડિયો વાઇરલ; ત્રણ ભાઈ સામે ગુનો દાખલ

ઉનાના દેલવાડા ગામમાં ધુળેટીના તહેવાર દરમિયાન ત્રણ ભાઈએ બનાવેલો બિયર પીતા અને નાચતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વીડિયોના આધારે પોલીસે ત્રણેય ભાઈ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન આ વીડિયો ધ્યાને આવ્યો હતો. વીડિયોમાં દેખાતા લાલ ટી-શર્ટ અને સફેદ પેન્ટ પહેરેલા વ્યક્તિની ઓળખ ધરપાલસિંગ જીતસિંગ સરદારજી તરીકે થઈ હતી. તેઓ દેલવાડા ગામમાં ગંગા સાગર હોટેલ પાછળ રહે છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, વીડિયો 14 માર્ચના રોજ બપોરે 11થી 12 વાગ્યાના સમયગાળા દરમિયાન બનાવવામાં આવ્યો હતો. આરોપીઓએ પોતાના ઘરની ખુલ્લી ઓસરીમાં ધુળેટીની ઉજવણી દરમિયાન બિયર પીતા અને નાચતા વીડિયો બનાવ્યો હતો. પોલીસે ધરપાલસિંગ જીતસિંગ રાઠોડ અને તેના ભાઈઓ મન્નજીતસિંહ જીતસિંહ રાઠોડ (ઉં.37) તેમજ જસબીરસિંગ જીતસિંગ રાઠોડ (41) સામે પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(એ), 84 અને 81 હેઠળ FIR નોંધી છે. ત્રણેય આરોપીએ વીડિયો બનાવ્યાની કબૂલાત કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments