આણંદ જિલ્લાના ઉમરેઠમાં પોલીસે જુગાર રમતા 7 શખ્સોને પકડી પાડ્યા છે. ખારવાવાડી વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસે દરોડો પાડીને પત્તાપાનાનો હારજીતનો જુગાર રમતા શખ્સોને પકડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં ભાવેશભાઇ ઉર્ફે નૂરી પટેલ, સિકંદર ઉર્ફે કેરી વ્હોરા, વસંતકુમાર ઝાલા, પ્રકાશ ઉર્ફે પીન્ટુ ચાવડા, ભાવેશકુમાર ઉર્ફે જાડીયો પટેલ, સમીર વ્હોરા અને નીતેશ ઝાલાનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓની અંગજડતી દરમિયાન રોકડા રૂપિયા 18,650, ત્રણ મોબાઈલ ફોન કિંમત રૂપિયા 11,000 અને દાવ પરથી રૂપિયા 1,400 મળીને કુલ રૂપિયા 31,050નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે જુગારધારા હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.