ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઈવે 47 પર થતા અકસ્માતો રોકવા માટે પોલીસે એક નવતર પહેલ શરૂ કરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર એ.પી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ટ્રાફિક ઇન્ચાર્જ જયદીપસિંહ બારડે છેલ્લા ત્રણ વર્ષના અકસ્માતોનું વિશ્લેષણ કર્યું છે. તેમણે વધુ અકસ્માતગ્રસ્ત વિસ્તારોની ઓળખ કરી છે. આ વિસ્તારોમાં પોલીસ ટીમ ઘરે-ઘરે જઈને લોકોને ટ્રાફિક નિયમોની જાણકારી આપી રહી છે. સરસ્વતી નગર વિસ્તારમાં ખાસ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં રોડ ક્રોસ કરતી વખતે રાખવાની સાવચેતીઓ અંગે માહિતી આપવામાં આવી. લોકોને ટ્રાફિક નિયમો સમજાવતા પેમ્પ્લેટ્સનું વિતરણ પણ કરવામાં આવ્યું. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ રાહદારીઓ અને વાહન ચાલકો વચ્ચે થતા અકસ્માતો ઘટાડવાનો છે. પોલીસનું માનવું છે કે જાગૃતિથી અકસ્માતો ઘટાડી શકાય છે.