back to top
Homeભારતઆધાર કાર્ડ સાથે લિંક થશે વોટર કાર્ડ:ચૂંટણીપંચ-ગૃહ મંત્રાલયની બેઠકમાં નિર્ણય; પ્રક્રિયા પર...

આધાર કાર્ડ સાથે લિંક થશે વોટર કાર્ડ:ચૂંટણીપંચ-ગૃહ મંત્રાલયની બેઠકમાં નિર્ણય; પ્રક્રિયા પર નિષ્ણાતોની ચર્ચા ટૂંક સમયમાં શરૂ થશે

કેન્દ્ર સરકાર મતદાર ID અને આધાર કાર્ડને લિંક કરવાની તૈયારી કરી રહી છે. આ અંગે મંગળવારે ચૂંટણીપંચ અને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)ના અધિકારીઓની બેઠક યોજાઈ હતી. આ માટે ટૂંક સમયમાં નિષ્ણાતોનો અભિપ્રાય લેવામાં આવશે. કમિશનનું કહેવું છે કે મતદાર કાર્ડને આધાર સાથે લિંક કરવાનું કામ હાલના કાયદા અને સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર કરવામાં આવશે. અગાઉ 2015માં પણ આવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચૂંટણીપંચે કહ્યું હતું કે બંધારણના અનુચ્છેદ 326 મુજબ, મતદાનનો અધિકાર ફક્ત ભારતના નાગરિકને જ આપી શકાય છે, પરંતુ આધાર ફક્ત વ્યક્તિની ઓળખ છે, તેથી એવો નિર્ણય લેવામાં આવ્યો કે મતદાર ફોટો આઈડી કાર્ડને આધાર સાથે લિંક કરવા માટે તમામ કાયદાઓનું પાલન કરવામાં આવશે. લિંકિંગ પ્રક્રિયા શું છે?
આ કાયદો મતદારયાદીઓને આધાર ડેટાબેઝ સાથે સ્વૈચ્છિક રીતે જોડવાની મંજૂરી આપે છે. સરકારે સંસદમાં જણાવ્યું છે કે આધાર-મતદાર કાર્ડને લિંક કરવાની પ્રક્રિયા પહેલાંથી જ ચાલી રહી છે. પ્રસ્તાવિત લિંકિંગ માટે કોઈ લક્ષ્ય કે સમયરેખા નક્કી કરવામાં આવી ન હતી. સરકારે એમ પણ કહ્યું છે કે જે લોકો પોતાના આધાર કાર્ડને મતદારયાદી સાથે લિંક નહીં કરે તેમના નામ મતદારયાદીમાંથી કાઢી નાખવામાં આવશે નહીં. ચૂંટણીપંચે એપ્રિલ 2025 પહેલાં સૂચનો માગ્યાં
ભારતીય ચૂંટણીપંચ (ECI)નાં સૂત્રોના જણાવ્યા અનુસાર, મતદાર-આધારને જોડવાનો ઉદ્દેશ આગામી ચૂંટણીઓ પહેલાં ચૂંટણીપ્રક્રિયામાં પારદર્શિતા, સમાવેશિતા અને કાર્યક્ષમતા વધારવાનો છે. ચૂંટણીપંચ 31 માર્ચ પહેલાં ચૂંટણી નોંધણી અધિકારીઓ (ERO), જિલ્લા ચૂંટણી અધિકારીઓ (DEO) અને મુખ્ય ચૂંટણી અધિકારીઓ (CEO)ના સ્તરે બેઠકો યોજશે. આ માટે છેલ્લાં 10 વર્ષમાં પ્રથમ વખત ચૂંટણીપંચે 30 એપ્રિલ, 2025 સુધીમાં કાનૂની માળખામાં તમામ રાષ્ટ્રીય અને રાજ્ય-માન્યતાપ્રાપ્ત રાજકીય પક્ષો પાસેથી સત્તાવાર રીતે સૂચનો માગ્યાં છે. સુપ્રીમ કોર્ટે મતદાર ઓળખપત્રને આધાર સાથે લિંક કરવા પર પ્રતિબંધ મૂકી ચૂકી છે
ચૂંટણીપંચ પહેલાંથી જ મતદાર IDને આધાર સાથે લિંક કરવાનો પ્રયાસ કરી ચૂક્યું છે. 2015માં ચૂંટણીપંચે માર્ચ 2015થી ઓગસ્ટ 2015 દરમિયાન રાષ્ટ્રીય મતદારયાદી શુદ્ધીકરણ કાર્યક્રમ (NERPAP) હાથ ધર્યો. એ સમયે ચૂંટણીપંચે 30 કરોડથી વધુ મતદાર ઓળખપત્રોને આધાર સાથે લિંક કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. સુપ્રીમ કોર્ટે મતદાર IDને આધાર સાથે લિંક કરવા પર રોક લગાવ્યા બાદ આ પ્રક્રિયા અટકી ગઈ. મતદાર ઓળખપત્રને આધાર સાથે લિંક કરવાની પ્રક્રિયા દરમિયાન, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના લગભગ 55 લાખ લોકોનાં નામ મતદાર ડેટાબેઝમાંથી દૂર કરવામાં આવ્યાં હતા. આ અંગે આધારની બંધારણીયતા અંગેનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચને મતદાર ID અને આધારને લિંક કરવાથી રોકી દીધો. 26 સપ્ટેમ્બર 2018ના રોજ આધાર અંગેના પોતાના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે રાજ્ય સબસિડી અને કલ્યાણ યોજનાઓ સિવાય કોઈપણ સેવા માટે આધાર ફરજિયાત બનાવી શકાય નહીં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments