બેંકોમાં 5 દિવસ વર્કિંગ, ગ્રેજ્યુઇટી રૂા.25 લાખ કરવી અને કર્મચારીઓની ભરતી સહિતના મુદ્દાઓ પડતર રહેતાં એસબીઆઈ, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઈન્ડિયા સહિતની 12 બેંકોના વડોદરાના 4 હજાર કર્મચારીઓ મળીને દેશના 8 લાખ કર્મી 24 અને 25 માર્ચે હડતાળ પર ઊતરશે. જ્યારે આ પહેલાં 22 અને 23 માર્ચે પણ રજા હોવાથી 4 દિવસ બેંકો બંધ રહેતાં લાખોનાં ટ્રાન્ઝેક્શન અટકશે. યુનાઈટેડ ફોર્મ ઓફ બેંક યુનિયનના વડોદરાના કન્વીનર ડી.એલ.વ્યાસે જણાવ્યું હતું કે, હાલ બેંકોમાં સ્ટાફની અછત છે. દેશભરમાં બેંકોમાં 2 લાખ જેટલી જગ્યા ખાલી છે. જેમાં ક્લેરિકલ અને સબ સ્ટાફની ભરતી કરાઈ રહી નથી. દેશમાં યુવાનોમાં બેરોજગારી વધી રહી છે તેવામાં યુનાઈટેડ ફોર્મ ઓફ બેંક યુનિયન બેરોજગાર યુવાનોને વાચા આપી રહી છે. બેંક યુનિયનની યાદીમાં જણાવ્યું હતું કે, પેન્ડિંગ પ્રશ્નો લાંબા સમયથી ચાલ્યા આવે છે. જેને ઉકેલવા સંદર્ભે સરકાર આંખ આડા કાન કરે છે. જેથી આ હડતાળનું એલાન આપવાની ફરજ પડી છે. બેંકની કામગીરીના આઉટસોર્સિંગનો પણ વિરોધ