ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સીઝન 22 માર્ચથી શરૂ થશે. કોલકાતા નાઈટ રાઈડર્સ ટાઇટલ ડિફેન્ડ કરવા ઉતરશે, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ બંને તેમના છઠ્ઠા ટાઇટલ માટે પ્રયત્નશીલ છે. લખનૌ, પંજાબ, દિલ્હી અને બેંગલુરુ પોતાના પહેલા ટાઇટલ પર નજર રાખશે. IPL પાર્ટ-2માં ટીમોની સ્ટ્રેન્થ અને વીકનેસ… 1. કોલકાતા નાઈટ રાઈડર્સ: બિનઅનુભવી કેપ્ટન; વર્લ્ડ ક્લાસ ફિનિશર્સ પોસિબલ-12: અજિંક્ય રહાણે (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), સુનીલ નારાયણ, વેંકટેશ ઐયર, અંગક્રિશ રઘુવંશી, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, હર્ષિત રાણા, એનરિક નોત્ર્યા, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા. 2. સનરાઇઝર્સ હૈદરાબાદ: સૌથી શક્તિશાળી બેટિંગ ઓર્ડર; શમી-હર્ષલે બોલિંગને મજબૂત બનાવી પોસિબલ-12: પેટ કમિન્સ (કેપ્ટન), અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઇશાન કિશન, નીતિશ રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), કમિન્ડુ મેન્ડિસ, અભિનવ મનોહર/અનિકેત વર્મા, હર્ષલ પટેલ, રાહુલ ચહર, મોહમ્મદ શમી, જયદેવ ઉનડકટ. 3. રાજસ્થાન રોયલ્સ: બેકઅપ મજબૂત નહીં; આર્ચર, હસરંગા, સંદીપ જેવા મોટા બોલર્સ પોસિબલ-12: સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, નીતિશ રાણા, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શુભમ દુબે, શિમરોન હેટમાયર, વનિંદુ હસરંગા, જોફ્રા આર્ચર, ફઝલહક ફારૂકી, આકાશ માધવાલ, સંદીપ શર્મા. 4. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: કોઈ મોટા નામ નથી, પણ ટીમમાં બેલેન્સ; નબળા સ્પિનર પોસિબલ-12: રજત પાટીદાર (કેપ્ટન), ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, કૃણાલ પંડ્યા, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, સ્વપ્નિલ સિંહ/સુયશ શર્મા, રસિક સલામ, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, યશ દયાલ. 5. ચેન્નાઈ સુપર કિંગ્સ: સ્પિનરો ખૂબ જ મજબૂત છે; ધોનીનો પાર્ટનર ફિનિશર નથી પોસિબલ-12: ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), ડેવોન કોનવે/રચિન રવિન્દ્ર, રાહુલ ત્રિપાઠી, દીપક હુડા, શિવમ દુબે, સેમ કુરન, એમએસ ધોની (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ખલીલ અહેમદ, નૂર અહેમદ, મથિશ પથિરાણા. 6. દિલ્હી કેપિટલ્સ: બેટિંગ અને બોલિંગ બંને મજબૂત છે; હેરી બ્રુકના જવાથી નુકસાન પોસિબલ-12: અક્ષર પટેલ (કેપ્ટન), જેક ફ્રેઝર-મેગાર્ક, કેએલ રાહુલ (વિકેટકીપર), અભિષેક પોરેલ/સમીર રિઝવી, ફાફ ડુ પ્લેસિસ, ટ્રિસ્ટન સ્ટબ્સ, આશુતોષ શર્મા, મિશેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, થંગારાસુ નટરાજન, મોહિત શર્મા, મુકેશ કુમાર. 7. લખનૌ સુપરજાયન્ટ્સ: ઓપનરો નબળા, પેસ બોલરો ઈન્જર્ડ; ખૂબ જ મજબૂત ફિનિશિંગ પોસિબલ-12: ઋષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), મિશેલ માર્શ, એડન માર્કરામ/મેથ્યુ બ્રિત્ઝકી, આયુષ બડોની, નિકોલસ પૂરન, ડેવિડ મિલર, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન, મયંક યાદવ, અવેશ ખાન/આકાશ દીપ. 8. ગુજરાત ટાઇટન્સ: નબળો મિડલ ઓર્ડર; મજબૂત બોલિંગ પોસિબલ-12: શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), સાઈ સુદર્શન, મહિપાલ લોમરોર, ગ્લેન ફિલિપ્સ, શાહરૂખ ખાન, રાહુલ તેવતિયા, રાશિદ ખાન, સાઈ કિશોર/ઈશાંત શર્મા, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા. 9. પંજાબ કિંગ્સ: ચહલ-બ્રારના રૂપમાં મજબૂત સ્પિનરો; બેલેંસ્ડ ટીમમાં ઘણા મેચ વિજેતાઓ પોસિબલ-12: શ્રેયસ ઐયર (કેપ્ટન), પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), જોશ ઇંગ્લિસ, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, નેહલ વાઢેરા, સૂર્યાંશ શેડગે, માર્કો જાનસેન, હરપ્રીત બ્રાર, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ. 10. મુંબઈ ઈન્ડિયન્સ: મજબૂત બેટિંગ અને બોલિંગ; ફિનિશરોની કમી પોસિબલ-12: હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, વિલ જેક્સ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, નમન ધીર, રોબિન મિંજ (વિકેટકીપર), મિશેલ સેન્ટનર, દીપક ચહર, મુજીબ ઉર રહેમાન, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ/કર્ણ શર્મા. IPL સિરીઝ ભાગ-3 માં વાંચો IPL 2025 માં નવું શું છે: પહેલીવાર ખેલાડીઓને મેચ ફી મળશે IPLની 18મી સીઝનમાં, ખેલાડીઓને દરેક મેચ માટે ફી પણ મળશે, જે હરાજીમાં મળેલી રકમથી અલગ હશે. આ ઉપરાંત, 5 ટીમોએ પણ પોતાના કેપ્ટન બદલ્યા, 9 ટીમોમાં ભારતીય કેપ્ટન છે, જ્યારે ફક્ત એક ટીમે વિદેશી કેપ્ટન પર દાવ લગાવ્યો છે. 20 માર્ચના રોજ સંપૂર્ણ સમાચાર વાંચો… Topics: