મહેસાણા જિલ્લામાં તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો નોંધાયો છે. મહત્તમ તાપમાન 31 ડિગ્રી સુધી પહોંચ્યું છે. લઘુત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો થયો છે. તાપમાનમાં આ ફેરફારને કારણે લોકોને મિશ્રઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. આગામી 4 દિવસ બાદ હવામાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે. આવતા સપ્તાહથી જિલ્લાના લોકોને આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે.