અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના આદેશથી જિલ્લામાં અસામાજિક તત્વો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ જિલ્લામાં 113 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં, પોલીસે PGVCLની ટીમ સાથે મળીને ગુન્હેગારોના રહેણાંક મકાનોમાં ગેરકાયદેસર વીજ જોડાણની તપાસ હાથ ધરી. રાજુલા શહેર અને જાફરાબાદ તાલુકામાં છ લોકોના ગેરકાયદેસર વીજ જોડાણ શોધી કાઢવામાં આવ્યા. આ લોકોમાં રણજીતભાઈ માણકુભાઈ વાળા, જીતુભાઇ ઉર્ફે ગોબર સોલંકી, દિપક ઉર્ફે દીપ ધાખડા, રવિભાઈ ચૌહાણ, ચેતનભાઈ ભુવા અને લુણસાપુર ગામના હરેશભાઇ બાળધીયાનો સમાવેશ થાય છે. જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા અસામાજિક તત્વોમાં સૌથી વધુ રાજુલા પોલીસ સ્ટેશનમાં 15 કેસ છે. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં 16 કેસ નોંધાયા છે. આ ઉપરાંત લાઠી, લીલીયા, બાબરા, બગસરા, વડીયા, સાવરકુંડલા, ચલાલા, ધારી, ખાંભા, નાગેશ્રી, જાફરાબાદ અને પીપાવાવમાં પણ વિવિધ પ્રકારના ગુન્હેગારો ચિહ્નિત કરવામાં આવ્યા છે. આ કેસોમાં મુખ્યત્વે બુટલેગર્સ, શરીર સંબંધી ગુના, મિલકત સંબંધી ગુના અને અન્ય પ્રકારના ગુનાઓનો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા આ તમામ ગુન્હેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. કયા પોલીસ સ્ટેશનના તોફાની તત્વોનો સમાવેશ?
અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં 2 બુટલેગર,શરીર સબંધી4 કુલ 6,અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં શરીર સંબંધી 15 અન્ય 1 કુલ 16,લાઠી પોલીસ સ્ટેશનમાં 6 શરીર સંબંધી અન્ય 3 કુલ 9,લીલીયામાં 2 બુટલેગર 3 શરીર સંબંધી અન્ય 1 કુલ 6,બાબરા પોલીસ સ્ટેશનમાં 5 શરીરસબંધી અન્ય 3 કુલ 8,બગસરા પોલીસ સ્ટેશનમાં 2 બુટલેગર 4 શરીર સંબંધી અન્ય 1 કુલ 8, બગસરા પોલીસ સ્ટેશનમાં 2 બુટલેગર 4 શરીર સંબંધિત અન્ય 1 કુલ 7, વડીયામાં 5 બુટલેગર કુલ 5,સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન 3 બુટલેગર શરીર સંબંધી 1 કુલ 4,સાવરકુંડલા રૂલર પોલીસ સ્ટેશન 3 બુટલેગર 4 શરીર સંબંધી કુલ 7,વંડા પોલીસ સ્ટેશનમાં 1 બુટલેગર અન્ય 3 કુલ 4,ચલાલા પોલીસ સ્ટેશનમાં મિલકત સંબંધી કુલ 1,ધારી પોલીસ સ્ટેશન 3 શરીર સંબંધી કુલ 3,ખાંભા પોલીસ સ્ટેશન 6 શરીર સંબંધી કુલ 6,નાગેશ્રી પોલીસ સ્ટેશન 5 શરીર સંબંધી કુલ 5 રાજુલા પોલીસ સ્ટેશન 3 બુટલેગર 10 શરીર સંબંધી 2 અન્ય કુલ 15 જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન 2 શરીર સંબંધી 1 મિલકત સંબંધી અન્ય 1 કુલ 4,જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં 1 બુટલેગર 1 શરીરસબંધી કુલ 2,પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન 3 શરીર સંબંધી કુલ 3, ડુંગર પોલીસ સ્ટેશન 2 શરીર સંબંધી કુલ 2, તોફાની તત્વોના અલગ અલગ ટોટલ આંકડો
અમરેલી જિલ્લામાં તોફાની અને અસામાજિક તત્વોના લિસ્ટમાં 22 બુટલેગર, 74 શરીર સંબંધી ગુન્હા, 2મિલકત, અન્ય 15 ગુન્હેગારો, કુલ 113 અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં દરેક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હેગારોના અલગ અલગ આંકડાઓ પોલીસ દ્વારા જાહેર કરતા અનેક તોફાની તત્વો અને અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. 24 કલાકથી કાર્યવહી આગ આગળ વધી રહી છે.