back to top
Homeગુજરાતમાથામાં સિંદુર પુરી લગ્ન કરવાનું કહી દુષ્કર્મ આચર્યું:અયોધ્યાની યુવતીને સુરત બોલાવી શારીરિક...

માથામાં સિંદુર પુરી લગ્ન કરવાનું કહી દુષ્કર્મ આચર્યું:અયોધ્યાની યુવતીને સુરત બોલાવી શારીરિક સંબંધ બાંધી તરછોડી દીધી, પોલીસ ઉત્તરપ્રદેશથી આરોપીને પકડી લાવી

ઉત્તર પ્રદેશના અયોધ્યાના એક ગામમાં રહેતી યુવતી સાથે પ્રેમ થતા સુરતમાં નોકરી કરતા અને નજીકના ગામમાં રહેતા યુવાને માથામાં સિંદૂર પુરી લગ્નનું વચન આપીને સુરત બોલાવી સબંધ બાંધ્યા બાદ પરત વતન મુકી આવીને ફરાર થઈ ગયો હતો. યુવતીએ આ મામલે પુણા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા આરોપી યુવકને ઉત્તર પ્રદેશથી પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી. ત્રણ વર્ષ અગાઉ યુવતીનો યુવક સાથે સંપર્ક થયો હતો
મુળ યુપીનાં અયોધ્યા જિલ્લાનાં રૂદૈલી તાલુકાનાં સાલારપુર ગામની 23 વર્ષીય યુપીવાસી મુમતાઝ (નામ બદલ્યું છે) હાલ દોઢ મહિનાથી પુણા વિસ્તારમાં ઈડલી સંભારની લારી ચલાવે છે. ત્રણ વર્ષ અગાઉ તેનો સંપર્ક સુરતનાં સહારા દરવાજા ખાતે માર્કેટમાં મજૂરીકામ કરતાં મોહિત માયારામ યાદવ (રહે. ગામ- પુરેનુરઅલી, પોસ્ટ. નેવરા, તા. રૂદૌલી, થાના. મવઈ, જિ. અયોધ્યા, ઉત્તરપ્રદેશ) સાથે થયો હતો. યુવતીને સુરત લાવી દુષ્કર્મ આચરી તરછોડી મુકી
મોહિત જ્યારે વતનમાં જતો તે વેળા મળવા માટે જતો હતો. આ દરમિયાન તેણે મુમતાઝનાં માથામાં સિંદુર પુરી ભવિષ્યમાં લગ્ન કરશે તેવો વિશ્વાસ આપી શરીર સંબંધ બાંધ્યો હતો. દરમિયાન તેમનાં સંબંધની જાણ મુમતાઝનાં પરિવારને થઈ જતાં મે-2024માં મોહિતે લગ્ન કરી સાથે રહીશું કહેતાં મુમતાઝ ઘર છોડી સુરત આવી ગઈ હતી. થોડો સમય સાથે રાખી શારીરિક સંબંધ બાંધ્યા બાદ સમજાવી પટાવી “હાલ આપણે વતનમાં જવું પડશે, હું તને પરત લઈ આવીશ” કહી વતનમાં મુકી આવ્યો હતો. બાદ મોહિતે પોતાનો મોબાઈલ નંબર બદલી નાંખી મુમતાઝનો સંપર્ક કાપી નાંખ્યો હતો. પોલીસ આરોપીને ઉત્તરપ્રદેશથી પકડી લાવી
અંતે છેલ્લા દોઢ માસથી સુરત આવી આજીવીકા માટે પુણા વિસ્તારમાં ઈડલી સંભારની લારી ચાલુ કરી મુમતાઝે મોહિતની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કોઈ ભાળ નહીં મળતાં અંતે મુમતાઝ દ્વારા પુણા પોલીસ મથકમાં મોહિત યાદવ વિરૂદ્ધ ઈપીકો કલમ 376(1) અંતર્ગત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આરોપી મોહિત યાદવને ઝડપી પાડવા માટે પુણા પોલીસ દ્વારા એક ટીમ અયોધ્યા ખાતે મોકલવામાં આવી હતી. આ ટીમ દ્વારા વોચ ગોઠવીને આરોપી મોહિતને ઝડપી પાડી સુરત લઈ આવ્યા હતા. હાલ આગળની વધુ કાર્યવાહી કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments