એવું લાગે છે કે ભારતીય સ્પિનર યુઝવેન્દ્ર ચહલ તેની ગર્લફ્રેન્ડ આરજે મહવશ સાથે ઘણો ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યો છે. બંને દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત માટે ચીયર કરતા જોવા મળ્યા હતા. જ્યારથી બંને એકસાથે જોવા મળ્યા ત્યારથી ફેન્સ તેમના રિલેશનશિપની ચર્ચા કરી રહ્યા છે. જ્યારે ચર્ચાઓ વેગવંતી બની, ત્યારે મહવશે સ્પષ્ટતા કરી પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સ આટલી ઝડપથી આ વાત પચાવી શકશે નહીં. યુજી અને આરજે મહવશ એકબીજાની સોશિયલ મીડિયા પોસ્ટને લાઈક કરતા રહે છે. હાલમાં મહવશેએક રીલ શેર કરી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે કેવા પ્રકારની વ્યક્તિ સાથે ડેટ કરવી જોઈએ અને કેવા સાથે નહીં. આરજે મહવશે એક રીલ શેર કરી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે કેવા પ્રકારની વ્યક્તિને ડેટ કરવી જોઈએ. ધનશ્રી વર્માથી છૂટાછેડાના સમાચાર આવ્યા બાદ સતત એવી ચર્ચા ચાલી રહી છે કે યુજીને આરજે મહવશ તરીકે બીજી પાર્ટનર મળી ગઈ છે. હવે આરજે મહવશે એક રીલ શેર કરી છે જેને તેણે કેપ્શન આપ્યું છે, “ઘણું શીખવાની તક” કારણ કે તેમાં જણાવાયું છે કે કેવા પ્રકારની વ્યક્તિને ડેટ કરવી જોઈએ. મહવશ કહે છે, જો તમે કોઈ જાડો કે પાતળો, ઊંચો હોય, કે નીચો, અંગ્રેજી બોલતો હોય, કે હિન્દી બોલતો હોય, જિમમાં જતો હોય કે ન જતો, અમીર હોય કે ગરીબ, સક્સેસફુલ હોય કે અનસક્સેસફુલ વ્યક્તિને ડેટ કરવા માંગો છો તો તે તમારી પસંદગી છે. તેણે આગળ ક્લિપમાં કહ્યું: “જે તમારા જેવી કોઈ વ્યક્તિ છે તેને ડેટ કરો. પરંતુ તમારા પ્રકારથી અલગ વ્યક્તિ સાથે રિલેશનશિપમાં રહીને, તેને કાઉન્ટર મેટ ફીલ કરાવો. બીજાથી ઓછું હોવાનું તેને ફીલ ન કરાવો. તમારા પાર્ટનરની સતત બીજા છોકરા, છોકરી સાથે સરખામણી કરશો નહીં. તે તો આવુ કરે છે, તેવુ કરે છે. તેની સાથે કાફેમાં જઈને આસપાસના સારા છોકરાઓ અથવા હોટ છોકરીઓ સાથે તેની સરખામણી કરવી એ શરમજનક છે. આ બહુ નાની વાત લાગે છે પણ @##$%* તમારો સેલ્ફ કોન્ફિડેન્સ લાઈફટાઈમ માટે ધ્વસ્ત કરશે.” નેટીઝન્સે મહવશના વીડિયો પર કોમેન્ટ કરીને પોતાના મંતવ્યો વ્યક્ત કરવાનું શરૂ કર્યું અને ઘણા લોકોએ ધનશ્રીને પણ તેમાં વચ્ચે ખેંચી લીધી. એક યુઝરે લખ્યું, “જો તમને ચહલ પસંદ છે તો ચહલને ડેટ કરો.”
એકે એમ પણ લખ્યું હતું કે, “ઈન ડાયરેક્ટલી ધનશ્રીને જે કંઈ પણ સંભળાવવું હતું તે તેને કહી દીધું.” આરજે મહવશના આ વીડિયો પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો એવું પણ માને છે કે મહવશ આ વીડિયો દ્વારા ધનશ્રી વર્મા પર નિશાન સાધી રહી છે. યુઝવેન્દ્ર ચહલ કાઉન્ટી ચેમ્પિયનશિપ અને ODI કપમાં રમશે:2025 સીઝન માટે નોર્થમ્પ્ટનશાયર પરત ફર્યો; જૂનમાં ટીમમાં જોડાશે ભારતીય લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલ IPL પછી કાઉન્ટી ચેમ્પિયનશિપ અને ODI કપ માટે ઇંગ્લેન્ડનો પ્રવાસ કરશે. તે નોર્થમ્પ્ટનશાયર તરફથી રમશે. ટીમે આ વાતની પુષ્ટિ કરી છે. ઇંગ્લિશ ક્લબ તરફથી એક પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતીય લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલ જૂનથી સીઝનના અંત સુધી નોર્થમ્પ્ટનશાયર ટીમનો ભાગ રહેશે. તેનો પહેલો મેચ 22 જૂને મિડલસેક્સ સામે થવાની ધારણા છે. સંપુર્ણ સમાચાર વાંચો….