back to top
Homeગુજરાતપોલીસે 8 લાખનો તોડ કર્યો તેવું MLA કાનાણી કહે છે:સુરત CPને પત્ર...

પોલીસે 8 લાખનો તોડ કર્યો તેવું MLA કાનાણી કહે છે:સુરત CPને પત્ર લખ્યો-પોલીસે કરેલું ઉઘરાણું હપ્તા લેતા ગલીના ગુંડા જેવું, તોડબાજ પોલીસકર્મીઓનું કાયદા મુજબ સરઘસ કાઢો’

સોનાની દાણચોરીમાં ઉમરા પોલીસના તોડકાંડના વિવાદ વચ્ચે સુરતના સરથાણા પોલીસે પણ કોપીરાઈટના ગુનામાં 8 લાખનો તોડ કર્યો હોવાનો ધારાસભ્ય કાનાણીએ પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. બે મહિના પહેલા પાડેલી રેડમાં પોલીસે તોડ કરી ત્રણ માલિક હોવા છતાં એક સામે જ ફરિયાદ નોંધી હતી. ત્યારે કુમાર કાનાણીએ CPને લખેલા પત્રમાં જણાવ્યું કે, પોલીસે કરેલું ઉઘરાણું હપ્તા લેતા ગલીના ગુંડા જેવું છે, હપ્તા લેનારા પોલીસકર્મીઓનું કાયદા મુજબ સરઘસ કાઢો’. હાલ આ મામલે તોડકાંડનો વિવાદ વકરતા પોલીસ કમિશનરે ડીસીપી ઝોન-1ને ઇન્ક્વાયરીના આદેશ કર્યા છે. પોલીસે સરથાણામાં રેડ કરી 3.31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો
મળતી માહિતી પ્રમાણે, મુંબઈની જાણીતી કંપની ફિનાઈલના નામના સ્ટીકર અને કેનમાં હલકી ગુણવત્તાનો સામાન પેક કરી બજારમાં વેચવામાં આવતું હતું. કંપનીએ ગત જાન્યુઆરી માસમાં સરથાણા પોલીસને સાથે રાખી સીમાડા કેનાલ રોડ પર આરના એન્ટરપ્રાઈઝ નામથી પતરાંના મોટા શેડની આડમાં ચાલતા કારખાનામાં દરોડા પાડ્યા હતા. અહીંથી બનાવટી ફિનાઈલ, ટોઈલેટ ક્લીનર, ટાઇલ્સ ક્લીનર, ડીશ વોશર સહિતનો જંગી જથ્થો મળી આવ્યો હતો. તે ઉપરાંત આ બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર, કેન, બોટલનો જથ્થો પણ મળ્યો હતો. પોલીસે આ કારખાનું ચલાવનાર અતુલ વજુ ગલાણી (રહે. મારુતિધામ રો-હાઉસ, સરથાણા)ની ધરપકડ કરી હતી અને જે-તે સમયે 3.31 લાખનો મુદ્દામાલ પણ કબજે લીધો હતો. 20 લાખથી વધુનો મુદ્દામાલ છતાં 3.31 લાખ ઓન પેપર બતાવાયો
કોપીરાઇટના આ ગુનામાં સરથાણા પોલીસે તોડ કર્યો હોવાની ધારાસભ્ય કુમાર કાનાણીએ પોલીસ કમિશનરને કરેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, ગોડાઉનમાં 20 લાખથી વધુનો માલ હોવા છતાં માત્ર 3.31 લાખનો માલ ઓન પેપર બતાવાયો છે. બાકીનો માલ પોલીસની મિલીભગતમાં પાંચ આઈસર ટેમ્પો ભરીને આરના એન્ટરપ્રાઈઝના ગોડાઉનથી એન્થમ સર્કલ પાસેના ક્રિષ્ણા ફાર્મમાં સગેવગે કરાયો હતો. FIRમાં પણ આરના એન્ટરપ્રાઈઝના 3 માલિકોને બદલે એકનો જ ઉલ્લેખ કરાયો હતો. 8 લાખ હેડ કોન્સ્ટેબલ સ્કોડા કારમાં લઈને ગયો
રેડ વખતે સરથાણા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ કે.એ.ચાવડા હતા અને તેમની સૂચનાથી 8-10 પોલીસ કર્મીએ રેડ કરી હતી અને તોડના રૂપિયા 8 લાખ હેડ કોન્સ્ટેબલ સ્કોડા કારમાં લઈને ગયો હતો. સરથાણાના પીઆઈ ઝાલા રજા પરથી આવ્યા તો તેઓએ આ કેસમાં ઘટતું કરવાને બદલે ફરિયાદી સાથે ઉદ્ધત વર્તન કર્યુ હોવાનો પણ આક્ષેપ કરાયો છે. આરના એન્ટરપ્રાઈઝની આજુબાજુના ગોડાઉનના સીસીટીવી ફૂટેજ, માલિકોની પૂછપરછ તથા સીમાડા કેનાલ રોડ પર નહેરવાળી મેલડી માતાના મંદિર પાસેના સરકારી સીસીટીવી ફૂટેજ સમગ્ર તોડકાંડને ખુલ્લો પાડે એમ છે. 2 મહિના બાદ ઊહાપોહ મચતા DCPને તપાસના આદેશ
આરના એન્ટરપ્રાઇઝના માલિકોને દબાવવામાં ન આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય એમ છે. કોપીરાઈટના ગુનામાં થયેલા લાખોના ખેલ મામલે 2 મહિના બાદ ઊહાપોહ મચતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે ડીસીપી (ઝોન-1) આલોક કુમારને તપાસના આદેશ કર્યા છે. ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે, ધારાસભ્ય દ્વારા એપ્લિકેશન આપવામાં આવી છે એ બાબતે તપાસ કરતા અધિકારી પાસેથી પેપર સહિતના તમામ પુરાવાઓની તપાસ કરવામાં આવી છે. ત્યારબાદ રૂપિયા લેવાયા છે કે નહીં તે અંગેનો રિપોર્ટ કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments