જયા બચ્ચને તાજેતરમાં અક્ષય કુમારની ફિલ્મ ‘ટોયલેટ – એક પ્રેમ કથા’ના ટાઈટલ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે ફિલ્મને ફ્લોપ ગણાવી અને કહ્યું કે- આવી ફિલ્મ હું તો ક્યારેય નહીં જોઉં. જયા બચ્ચને ‘ટોઇલેટ – એક પ્રેમ કથા’ના ટાઈટલ પર સવાલ કર્યો
ઈન્ડિયા ટીવીના કોન્ક્લેવમાં જયા બચ્ચને ઈન્ડસ્ટ્રીમાં સર્જનાત્મકતાના અભાવ અને સેલિબ્રિટીઝ દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓ વિશે વાત કરી. આ કાર્યક્રમમાં તેમને સરકારી અને સામાજિક મુદ્દાઓને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવતી ફિલ્મો વિશે પૂછવામાં આવ્યું. આમાં, અક્ષય કુમારની ‘પેડ મેન’ અને ‘ટોઇલેટ- એક પ્રેમ કથા’નું ઉદાહરણ આપવામાં આવ્યું હતું. આના પર જયા બચ્ચને કહ્યું, તમે ખાલી ફિલ્મનું નામ જુઓ, હું આવી ફિલ્મો ક્યારેય નહીં જોઉં. ‘ટોયલેટ – એક પ્રેમકથા’, આવું તો ક્યાંય ટાઈટલ હોય? મને કહો કે તમારામાંથી કેટલા લોકો આવા ટાઈટલવાળી ફિલ્મ જોવા જશે? એક્ટ્રેસે ફિલ્મને ફ્લોપ ગણાવી
જયા બચ્ચનના પ્રશ્ન પર કેટલાક લોકોએ હાથ ઊંચા કર્યા. જે પછી એક્ટ્રેસે કહ્યું, જો આટલા બધા લોકોમાંથી ફક્ત ચાર-પાંચ લોકો જ ફિલ્મ જોવા માગે, તો તેવી ફિલ્મ ફ્લોપ છે. અક્ષયની આ ફિલ્મ 2017માં રિલીઝ થઈ હતી
અક્ષય કુમારની આ ફિલ્મ ‘સ્વચ્છ ભારત અભિયાન’ને ટેકો આપવા માટે બનાવવામાં આવી હતી. આમાં અક્ષયની સાથે ભૂમિ પેડનેકર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. શ્રી નારાયણ સિંહ દ્વારા ડિરેક્ટેડ ફિલ્મ ‘ટોઇલેટ એક પ્રેમ કથા’ 11 ઓગસ્ટ 2017ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ 75 કરોડના બજેટમાં બની હતી અને આ ફિલ્મે વિશ્વભરમાં લગભગ 300 કરોડનો બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું. આ કમાણી સાથે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ. અક્ષય કુમારની છેલ્લી ફિલ્મ ‘સ્કાય ફોર્સ’ હતી
અક્ષય કુમાર અને ભૂમિ પેડણેકરના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, એક્ટરે છેલ્લે સારા અલી ખાન, નિમરત કૌર અને વીર પહાડિયા સાથે ફિલ્મ ‘સ્કાય ફોર્સ’ કરી હતી. ભૂમિ પેડણેકરે તાજેતરમાં અર્જુન કપૂર અને રકુલ પ્રીત સિંહ સાથે ફિલ્મ ‘મેરે હસબન્ડ કી બીવી’ કરી હતી.