સુરત-કડોદરા રોડ પર APMC પાસે ઘણાં વર્ષોથી ટ્રાફિક સમસ્યા રહે છે, જેથી પાલિકાએ અહીં ફ્લાયઓવર બનાવવા કામગીરી શરૂ કરી છે. જો કે, સુરત તરફ આવતા રોડ પર બેરિકેડિંગના કારણે રસ્તો ખુબજ સાંકડો થઈ જતાં રોજ સવાર-સાંજ પિકઅવર્સમાં વાહનચાલકો હેરાન થઈ રહ્યા છે. વળી, આ કામગીરી ડિસેમ્બર-2026 સુધી ચાલવાની હોવાથી ઉકેલ જરૂરી છે. પાલિકાનું કહેવું છે કે, અહીં ડાયવર્ઝન આપવાનું આયોજન છે, જેથી આ સમસ્યા મહદઅંશે ઉકેલાઈ જશે.