યુક્રેન-રશીયા વચ્ચેના યુદ્વનો અંત લાવવા અમેરિકી રાષ્ટ્રપતિ સાથે વાટાઘાટમાં રશીયાના પ્રમુખ પુતિને કેટલીક આકરી શરતો સાથે તૈયારી બતાવતાં અને ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરો જાળવી રાખતા અને આગામી સમયમાં બે વખત રેટ કટ કરવાનો નિર્ણય જાહેર કરતાં વૈશ્વિક સ્તરે આર્થિક ગતિવિધિઓમાં સુધારાના અહેવાલોના પગલે આજે સતત ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફની ભીતિ વચ્ચે અમેરિકાની ઈકોનોમી મજબૂત હોવાના સંકેતો, ટેરિફ મુદ્દે સમાધાનની ચર્ચાઓ તેમજ એશિયન બજારોમાં પણ મોટા કરેક્શન બાદ ઉછાળાની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી હતી અને સેન્સેકસે ફરી 76000 પોઈન્ટનું અને નિફ્ટી ફ્યુચરે 23000 પોઈન્ટનું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યા હતા. ઉપરાંત, ભારતીય શેરબજાર ઓવરસોલ્ડ પોઝિશનમાં હોવાથી અને નાણા વર્ષ 2024-25નો અંત આવી રહ્યો હોઈ માર્ચ એન્ડિંગ પૂર્વે ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો દ્વારા પાછલા દિવસોમાં ઉછાળે વેચેલા સારા શેરોમાં વેલ્યુબાઈંગ કરતાં આજે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. કરન્સી માર્કેટની વાત કરીએ તો, ટેરીફ વોરના પગલે અનિશ્ચિતતા યથાવત્ રહેતા ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો નોંધાતા રૂપિયાના મૂલ્યમાં સુધારો જોવા મળ્યો હતો, જયારે ક્રૂડઓઈલના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.61% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.73% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ટેલિકોમ્યુનિકેશન, ટેક, ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, ઓટો, આઈટી, ફોકસ્ડ આઇટી, હેલ્થકેર અને એફએમસીજી શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4146 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1606 અને વધનારની સંખ્યા 2410 રહી હતી, 130 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 5 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 11 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ભારતી એરટેલ 4.17%, ટાઈટન કંપની 3.82%, ટીસીએસ લી. 1.88%, હિન્દુસ્તાન યુનીલીવર 1.86%, ઇન્ફોસિસ લી. 1.74%, નેસ્લે ઇન્ડિયા 1.68%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1.67%, મહિન્દ્રા મહિન્દ્રા 1.56% અને એચડીએફસી બેન્ક 1.34% વધ્યા હતા, જયારે ઇન્ડસઇન્ડ બેન્ક 1.23%, બજાજ ફાઈનાન્સ 0.66% અને અલ્ટ્રાટેક સિમેન્ટ 0.15 ઘટ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં ભારે લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન 3.32 લાખ કરોડ વધીને 408.33 લાખ કરોડ રહ્યું હતું. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 23200 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 23303 પોઈન્ટના પ્રથમ અને 23373 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 23088 પોઈન્ટ થી 23008 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં 23373 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 50097 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 50330 પોઈન્ટ પ્રથમ અને 50404 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 49979 પોઈન્ટ થી 49880 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 50404 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
સિપ્લા લિ. ( 1513 ) :- ફાર્મા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1488 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1474 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1537 થી રૂ.1545 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1550 ઉપર તેજી તરફી ધ્યાન. હેવેલ્સ ઈન્ડિયા ( 1504 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1480 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1464 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1533 થી રૂ.1540 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
એસબીઆઈ લાઈફ ( 1500 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ લાઈફ ઈન્સ્યુરન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.1537 આસપાસ વેચવાલી થકી રૂ.1488 થી રૂ.1474 ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1550 નો સ્ટોપલોસ ધ્યાને લેવો. વોલ્ટાસ લિ. ( 1476 ) :- રૂ.1508 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1520 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1460 થી રૂ.1434 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1533 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા…
મિત્રો, ઈમ્પોર્ટ પર ભારતની ઓછી નિર્ભરતાને કારણે તેને અમેરિકાની ટેરિફ વોરની ખાસ અસર જોવા નહીં મળે એમ જણાવી રેટિંગ એજન્સી ફીચે નાણાં વર્ષ 2026 માટે ભારતના આર્થિક વિકાસ દરના 6.50%ના અંદાજને જાળવી રાખ્યો છે. નાણાં વર્ષ 2027માં પણ ભારતનો આર્થિક વિકાસ દર 6%થી વધુ રહી 6.30% રહેવા ફીચ દ્વારા ધારણાં મૂકવામાં આવી છે. નાણાં વર્ષ 2026 માટેના 6.50%ના અંદાજને જાળવી રખાયો છે જ્યારે નાણાં વર્ષ 2027 માટેનો અંદાજ 6.20% પરથી વધારી 6.30% મુકાયો હોવાનું ફીચના રિપોર્ટમાં જણાવાયું છે. રિઝર્વ બેન્કે આગામી નાણાં વર્ષ માટે જીડીપી અંદાજ 6.70% મૂકયો છે. ભારતમાં ઉપભોગતા તથા વેપાર વિશ્વાસ મજબૂત છે એટલું જ નહીં ઈન્ફ્રાસ્ટ્રકચર વિસ્તરણ ઈન્વેસ્ટમેન્ટને ટેકો આપી રહ્યું છે. ક્ષમતા ઉપયોગીતા ઊંચી જળવાઈ રહી છે અને નિકાસમાં પણ વધારો જોવા મળી રહ્યાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. વર્તમાન નાણાં વર્ષ માટે 6.40%ની ધારણાં મૂકવામાં આવી છે. ભારતમાં ફુગાવો રિઝર્વ બેન્કના 4%ના ટાર્ગેટની નજીક સરકી રહ્યો હોવાનું ધ્યાનમાં રાખી ફીચે વ્યાજ દરમાં કપાતને લઈને આશાવાદ વ્યકત કર્યો છે.