back to top
Homeગુજરાતઆજે 1.29 લાખ વિદ્યાર્થીની ગુજકેટની પરીક્ષા:3 સેશનમાં યોજાનારી પરીક્ષા 4 વાગ્યા સુધી...

આજે 1.29 લાખ વિદ્યાર્થીની ગુજકેટની પરીક્ષા:3 સેશનમાં યોજાનારી પરીક્ષા 4 વાગ્યા સુધી ચાલશે; ગરમીને લઈ સેન્ટરો પર ઠંડા પાણી સહિતની વ્યવસ્થા

ગુજરાતની સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને ખાનગી કોલેજોમાં એન્જિનિયરિંગ, ફાર્મસી, એગ્રિકલ્ચર અને વેટરિનરીની 1,39,283 બેઠક પર પ્રવેશ માટે આજે 23 માર્ચે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની GUJCET (ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ)ની પરીક્ષા લેવાઈ રહી છે, જેમાં 1,29,706 વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યા છે. રાજ્યમાં એન્જિનિયરિંગની 1,27,538 જેટલી સીટો, ફાર્મસીની 10,752, એગ્રિકલ્ચરની 678 અને વેટરિનરીની 315 બેઠક છે. ગુજરાતમાં સૌથી વધુ સુરતમાં 19,067 વિદ્યાર્થી, અમદાવાદ શહેરમાં 11,657 અને રૂરલમાં 5,640 વિદ્યાર્થી, રાજકોટમાં 47 કેન્દ્રમાં 9,439 વિદ્યાર્થી અને વડોદરામાં 41 કેન્દ્રો પર 8,351 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. 9.30 કલાકે વિદ્યાર્થીઓને શૂઝ ક્લાસ રૂમની બહાર કઢાવી પ્રવેશ આપવામાં આવ્યો છે. અનેક વિદ્યાર્થીઓ ફોટો આઇડી પ્રૂફ ભૂલી જતાં ઝેરોક્સ કરવા મોકલવામાં આવ્યા હતાં

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments