back to top
Homeગુજરાતગઢડામાં રામનવમીની શોભાયાત્રા માટે તૈયારીઓ શરૂ:વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાર્યાલયનું ઉદ્ઘાટન, 70...

ગઢડામાં રામનવમીની શોભાયાત્રા માટે તૈયારીઓ શરૂ:વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાર્યાલયનું ઉદ્ઘાટન, 70 બજરંગદળ કાર્યકરોને અપાઈ ત્રિશૂલ દીક્ષા

ગઢડામાં રામનવમી નિમિત્તે નીકળનારી શોભાયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત આ શોભાયાત્રા માટે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ છેલ્લા ત્રણ વર્ષથી રામનવમીના દિવસે રામ જન્મોત્સવની શોભાયાત્રાનું આયોજન કરે છે. આ વર્ષે ચોથી શોભાયાત્રા યોજાશે. તેની તૈયારીઓના ભાગરૂપે સંતો અને શહેરના આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન બજરંગદળના 70 યુવા કાર્યકરોને ત્રિશૂલ દીક્ષા આપવામાં આવી. આ પ્રસંગે જિલ્લા ભાજપ મંત્રી જયરાજભાઈ પટગીર, શહેર ભાજપ પ્રમુખ વિક્રમભાઈ બોરીચા, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અર્જુન રાજ્યગુરુ, મોહનભાઈ ડવ, હરેશભાઈ સોઢાતર, વિપક્ષ નેતા મીતભાઈ ડાંગર, મુકેશભાઈ હિહોરીયા, ઘનશ્યામભાઈ ડવ અને મનુભાઈ ચાવડા સહિતના આગેવાનો પણ કાર્યક્રમમાં જોડાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments