તેલંગાણામાં ચાલુ ટ્રેનમાં એક યુવતી પર બળાત્કારનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે પોતાને બચાવવા માટે યુવતી ચાલુ ટ્રેનમાંથી કૂદી પડી હતી. જે બાદ તે ઘાયલ થઈ હતી. પીડિતાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટના 22 માર્ચની સાંજે લગભગ 8:15 વાગ્યે કોમ્પલી નજીક બની હતી. આ ઘટના ત્યારે બની જ્યારે યુવતી હૈદરાબાદના સિકંદરાબાદ રેલવે સ્ટેશનથી મેડચલ જતી MMTS ટ્રેનના મહિલા કોચમાં એકલી મુસાફરી કરી રહી હતી. યુવતીએ પોલીસને જણાવ્યું કે કોચમાં મુસાફરી કરી રહેલી બે મહિલા મુસાફરો અલવાલ રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતરી ગઈ. ત્યાર પછી હું કોચમાં એકમાત્ર મુસાફર હતી. પછી લગભગ 25 વર્ષનો એક અજાણ્યો માણસ મારી પાસે આવ્યો અને અડપલા કરવા લાગ્યો. જ્યારે તેને રોક્યો તો તેણે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો. જો કે પછી પોતાને બચાવવા માટે હું ચાલતી ટ્રેનમાંથી કૂદી પડી હતી. જીઆરપી પોલીસના જણાવ્યા અનુસાર, યુવતીના માથામાં, દાઢી, જમણા હાથ અને કમર પર લોહીના નિશાન હતા અને બાદમાં કેટલાક રાહદારીઓએ તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કરી હતી. પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે મળતી માહિતી મુજબ, આરોપી લેડીઝ કોચમાં ઘૂસી ગયો હતો અને જ્યારે કોચમાં યુવતી એકલી હતી ત્યારે તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો. પીડિતાએ જણાવ્યું કે આરોપીએ ચેક્સ શર્ટ પહેરેલું હતું. તેની ઉંમર લગભગ 25 વર્ષની હશે. આ ઘટનાએ ફરી એકવાર ટ્રેનમાં મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા છે. ચાલુ ટ્રેનમાંથી ગર્ભવતી મહિલાને ધક્કો મારી દેવામાં આવ્યો 6 ફેબ્રુઆરી, 2025ના રોજ, તમિલનાડુના વેલ્લોર જિલ્લાના કટપડી નજીક એક 36 વર્ષીય ગર્ભવતી મહિલાને જાતીય સતામણીનો વિરોધ કરવા પર ચાલતી ટ્રેનમાંથી ધક્કો મારી દેવામાં આવ્યો હતો. જે બાદ તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ સમાચાર પણ વાંચો… ફરીદાબાદમાં મિત્રના ઘરે ગયેલી સગીરા પર બળાત્કાર: ઘરે એકલી હોવાનો યુવકે ફાયદો ઉઠાવ્યો ફરીદાબાદના ખેડીપુલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીરા પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. પીડિતાની માતાએ પોલીસને આપેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે તેની 16 વર્ષની પુત્રી છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ શાંત અને પરેશાન દેખાતી હતી. જ્યારે પરિવારના સભ્યોએ તેની સાથે વાત કરી, ત્યારે તેણે તેમને આખી ઘટના વિશે જણાવ્યું હતું.