અમદાવાદ શહેરમાં વધી રહેલા વ્યાપની સાથે ટ્રાફિકની મોટી સમસ્યાઓ સર્જાઇ રહી છે તેમાં પણ ખાસ કરીને માર્ગ અકસ્માત અને ટ્રાફિક નિયમનના ભંગના અનેક બનાવો સામે આવ્યા બાદ હવે શહેરમાં ટ્રાફિક નિયમન કડક અને અસરકારક બને તે માટે શહેર પોલીસ કમિશનર દ્વારા એક સાથે 440 પોલીસ કર્મચારીઓને ટ્રાફિક વિભાગમાં અલગ અલગ જગ્યાએ નિમણૂક આપવામાં આવી છે. આજે મોડી સાંજે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલીકે 440 જેટલા પોલીસ કર્મચારીઓની બદલી ટ્રાફિક શાખામાં કરી દીધી છે. થોડા સમય પહેલા હાઇકોર્ટમાં અમદાવાદ શહેરની કામગીરી લઈને મહત્વની નોંધ લેવામાં આવી હતી. જેમાં કરોડો રૂપિયાના દંડ અને કાર્યવાહીનો ઉલ્લેખ હતો. ત્યારબાદ હજી પણ અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ કડક કાર્યવાહી કરે તે માટે શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની બદલી કરવામાં આવી છે. એક સાથે 440 પોલીસ કર્મચારીઓની બદલી થતા અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ ઓન ફિલ્ડ જોવા મળશે. જે ટ્રાફિકની સમસ્યાઓ મહદંશે ઓછી કરવા માટે કાર્યરત રહે.શે તેની સાથે આગામી સમયમાં ટ્રાફિકની અલગ અલગ ડ્રાઇવ પણ શરૂ થવાની વિગતો જાણવા મળી રહી છે અને આગામી સમયમાં વધુ ટ્રાફિકના નિયમના ઉલ્લંઘનના કેસ થાય અને શહેરમાં કોઈ નિર્દોષ અકસ્માતનો ભોગ ન બને તે માટે પ્રયાસ કરવા માટે આ નિર્ણય મહત્વનો માનવામાં આવી રહ્યા છે.અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 440 જેટલા પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલની આંતરિક બદલી કરી દેવામાં આવી છે. જેની સંપૂર્ણ યાદી નીચે મુજબ છે.