સુરત શહેરમાં વરસાદી ગટર લાઇનમાં ગેરકાયદે ડ્રેનેજ જોડાણનો ન્યૂસન્સ વધી રહ્યો છે. વરીયાવ ગટરમાં કેદારના મોતની ઘટના બાદ મહાનગરપાલિકા તંત્રએ ત્વરિત કાર્યવાહી શરૂ કરી છે. કતારગામ ઝોનમાં આવેલ ફુલપાડા અંબિકા સોસાયટીમાં 65 મિલકતોના ગેરકાયદે ડ્રેનેજ જોડાણોને સીલ કરવામાં આવ્યા છે. આ મિલકતધારકોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી અને મુખ્ય ડ્રેનેજ લાઇનમાં ગેરકાયદે જોડાણ દૂર કરવા સૂચના અપાઈ હતી પરંતુ, પાલન ન થતાં સોમવારથી આ અંગે કડક કાર્યવાહી કરવામાં આવી. ગભેણી અને સચીન ઉદ્યોગ વિસ્તારમાં ગેરકાયદે ડંપીંગ યાર્ડ સામે કાર્યવાહી
શહેરના ઉદ્યોગ વિસ્તારોમાં ગેરકાયદે કાપડ-વેસ્ટેજ અને ચીંધી-વેસ્ટના મોટા જથ્થાની ડંપીંગ યાર્ડ્સ ખડકાઈ ગઈ છે. ગભેણી અને સચીન ઉદ્યોગ વિસ્તારના ખાલી પ્લોટ ભાડે આપી ગેરકાયદે ગોડાઉન ચલાવાતા હોવાની ફરિયાદો મળતા મહાપાલિકાએ ઉધના-બી ઝોન દ્વારા 50 પ્લોટ ધારકોને નોટિસ આપી છે. ગભેણી ચાર રસ્તા 90મીટર નેશનલ હાઇવે પર આવેલ ગેરકાયદે કાપડ વેસ્ટેજ ગોડાઉન અને લાકડાના મટિરિયલના દબાણો દૂર કરવા માટે 3,000 ચો.મી. જગ્યાને ખુલ્લી કરવામાં આવી છે. 82 ગેરકાયદે કોમર્શિયલ બાંધકામો સામે કાર્યવાહી
સુરત શહેરમાં છેલ્લા બે વર્ષમાં ગેરકાયદે 82 કોમર્શિયલ બાંધકામો સામે ફરિયાદો નોંધાઈ છે. વિધાનસભામાં રજૂ કરાયેલા આંકડા મુજબ, મહાનગરપાલિકાએ 71 ગેરકાયદે બાંધકામો હટાવ્યા છે, જ્યારે 11 બાંધકામો હજુ પણ પેન્ડિંગ છે.એક બાંધકામને સીલ કરવામાં આવ્યું છે, એક ગુડ્ડા એક્ટ હેઠળ નિયમિત કરવામાં આવ્યું છે, અને 4 મિલકતોના શટર જપ્ત કરવામાં આવ્યા છે. સુરત ટ્રાફિક પોલીસમાં 50 ટકા સ્ટાફની અછત
વિધાનસભામાં ધારાસભ્ય અનંત પટેલ દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સુરત ટ્રાફિક પોલીસમાં 50 અછત સ્ટાફની ઓછત હોવાનું બહાર આવ્યું છે. ટ્રાફિક પોલીસ માટે 2206 કર્મચારીની મંજૂરી છે, પરંતુ હાલ માત્ર 1132 કર્મચારી હાજર છે. ખાલી પડેલી જગ્યાઓ ભરતી, બઢતી, બદલી અને નિવૃત્તિઓના કારણે ખાલી છે. ઓછી સંખ્યામાં પણ ટ્રાફિક નિયમન માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.