હવે ગુજરાતમાં ગમે ત્યાં, ગમે તેટલું અને ટેન્શન વગર ફરવા જાવ અને એ પણ સસ્તામાં. જો તમને લાગે કે આ કેવી રીતે શક્ય છે? તો GSRTC વિભાગની ‘મન ફાવે ત્યાં પ્રવાસ કરો’ આ યોજના છે… ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) એ ગુજરાતના નાગરિકો માટે એક અદ્ભુત યોજના ફરી શરૂ કરી છે, જેનું નામ છે ‘મન ફાવે ત્યાં પ્રવાસ કરો’. આ યોજના અંતર્ગત, તમે ગુજરાતમાં ગમે ત્યાં, ખૂબ જ ઓછા ખર્ચે મુસાફરી કરી શકો છો. આ યોજના ખાસ કરીને એવા લોકો માટે ફાયદાકારક છે જેઓ ઓછા ખર્ચે ગુજરાતના ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા ઇચ્છે છે. આ યોજના હેઠળ, GSRTC એ 4 દિવસ અને 7 દિવસના પેકેજ જાહેર કર્યા છે. જો તમે 4 દિવસ માટે સામાન્ય એક્સપ્રેસ અથવા ગુર્જરનગરી બસ બૂક કરો છો, તો તેનું ભાડું માત્ર 850 રૂપિયા છે. અને જો તમે 7 દિવસ માટે બૂક કરો છો, તો ભાડું 1450 રૂપિયા છે. આ ઉપરાંત, જો તમે AC વોલ્વો બસમાં મુસાફરી કરવા માગો છો, તો 4 દિવસનું ભાડું 2950 રૂપિયા અને 7 દિવસનું ભાડું 5100 રૂપિયા છે. જો તમે તમારા પરિવાર સાથે મુસાફરી કરી રહ્યા છો, તો 450 રૂપિયામાં અડધી ટિકિટની સુવિધા પણ ઉપલબ્ધ છે. ઉદાહરણ તરીકે, જો તમે અમદાવાદથી દ્વારકા જવાનું આયોજન કરી રહ્યા છો, તો ખાનગી બસની ટિકિટનો એક ટાઈમનો ખર્ચ લગભગ 1500 રૂપિયા થશે. પરંતુ GSRTCની આ યોજના હેઠળ, તમે માત્ર 850 રૂપિયામાં 4 દિવસ સુધી અમર્યાદિત મુસાફરી કરી શકો છો. આ યોજના 1 માર્ચ, 2006થી અમલમાં છે. પરંતુ હાલમાં, આ સુવિધા ફક્ત ઓફલાઇન જ ઉપલબ્ધ છે. તમે તમારા નજીકના GSRTC ડેપો પર જઈને બસ બૂક કરી શકો છો. ગુજરાત ઉપરાંત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાં પણ આવી જ બજેટ-ફ્રેન્ડલી પ્રવાસન યોજનાઓ ઉપલબ્ધ છે. GSRTC એ એક એપ્લિકેશન પણ શરૂ કરી છે, જેના દ્વારા તમે તમારી બસનું રિયલ-ટાઇમ લાઇવ ટ્રેકિંગ કરી શકો છો. પરંતુ ટોલ ટેક્સનો ખર્ચ તમારે જાતે ભોગવવો પડશે. અને નોન એસી સ્લીપર બર્થ માટે વધારાના 80 રૂપિયા ચૂકવવા પડશે. તો રાહ કોની જુઓ છો? તમારા નજીકના GSRTC ડેપો પર જાઓ અને આ સસ્તી અને સુવિધાજનક યોજનાનો લાભ લો. ગુજરાતનાં સુંદર સ્થળોની મુસાફરી કરો, અને તમારા પૈસા બચાવો. વધુ માહિતી માટે ઉપરના ફોટો