back to top
Homeગુજરાતઆરોગ્ય કર્મચારીઓની હડતાળ સામે કડક પગલાં:રાજકોટમાં 211 ફિક્સ પગારદાર કાર્મચારીઓ નોટિસ મળતા...

આરોગ્ય કર્મચારીઓની હડતાળ સામે કડક પગલાં:રાજકોટમાં 211 ફિક્સ પગારદાર કાર્મચારીઓ નોટિસ મળતા હાજર થયા; અન્ય 331 કર્મચારીઓ ફરજ પર ન આવતા ખાતાકીય તપાસની શક્યતા

રાજકોટ સહિત રાજ્યભરના પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓ બેમુદતી હડતાલ ઉપર ઉતરી જતા સરકાર દ્વારા તમામ હડતાલીયા કર્મચારીઓ સામે એસ્માનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. તમામ 580 કર્મચારીઓને સર્વિસ બ્રેકની નોટિસ ફટકારવામાં આવતા કર્મચારીમાં ફફડાટ ફેલાયો છે. રાજકોટમાં કુલ 211 ફિક્સ પગારદાર કાર્મચારીઓ નોટિસ મળતા જ હાજર થયા છે. જ્યારે અન્ય 331 કર્મચારીઓ ફરજ ઉપર પરત નહીં આવતા ખાતાકીય તપાસની શક્યતા છે. આરોગ્ય કર્મચારીઓ વિવિધ માંગણીઓ સાથે એક સપ્તાહથી હડતાલ ઉપર
પ્રાપ્ત વિગત મુજબ, ગુજરાતમાં પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ વિવિધ માંગણીઓ સાથે એક સપ્તાહથી હડતાલ ઉપર ઉતરી ગયા છે. તેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યની કામગીરીની અસર પહોંચી છે. જેમાં મુખ્યત્વે રસીકરણ, સર્વેલન્સ તેમજ મેલેરિયા નાબુદી સહિતની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. જેને લઈ સરકારે હડતાલીયા કર્મચારીઓને કામ ઉપર પહોંચી જવા માટે તાકીદ કરી હતી. આમ છતાં પણ આરોગ્ય કર્મચારીઓ કામ ઉપર નહીં પહોંચતા તેની સામે એસ્મા લાગુ કરવાની ચિમકી આપી હતી. 331 આરોગ્ય કર્મચારીઓ પરત નહીં આવતા ખાતાકીય તપાસની શક્યતા
જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર.આર.ફુલમાલીએ દિવ્યભાસ્કરને જણાવ્યું કે, રાજકોટ જિલ્લાનાં 580 આરોગ્ય કર્મચારી હડતાલ ઉપર ઉતરી જતા સરકારની સુચના પ્રમાણે તમામ કર્મચારીઓને સર્વિસ બ્રેક સાથે ખૂલાસો માંગતી નોટિસ ફટકારવામાં આવી છે. જેને લઈ ફિક્સ પગારમાં ફરજ બજાવતા 211 કર્મચારી અને 58 અન્ય કર્મચારીઓ મળી 269 કર્મચારીઓ કામ પર પરત આવી ગયા છે. જ્યારે હજુ 331 આરોગ્ય કર્મચારીઓ પરત નહીં આવતા તમામ કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવનાર છે. હડતાળનો ટૂંક સમયમાં અંત આવે તેવી શક્યતા
ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લા પંચાયતનાં આરોગ્ય વિભાગમાં ફિક્સ પગારથી કામ કરતા મોટાભાગનાં બધા કર્મચારીઓ હડતાલ પરથી પરત ફર્યા છે. હાલ રાજકોટ જિલ્લામાં એમ.પી.એચ.ડબલ્યું. એફ.એચ.ડબલ્યું. એમ.પી.એચ.એસ, એફ.એચ.એસ કેટેગરીનાં કેટલાક કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા હતા. જોકે આરોગ્ય વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવતા આ તમામ કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. આ હડતાળનો ટૂંક સમયમાં અંત આવે તેવી શક્યતા જોવા મળી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments