IPL-18 ની પાંચમી મેચમાં પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સ (GT)ને 11 રને હરાવ્યું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પંજાબે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 243 રન બનાવ્યા. ત્યારબાદ ગુજરાતને 20 ઓવરમાં 5 વિકેટે 232 રન પર રોકી દીધું હતું. પંજાબ તરફથી શ્રેયસ અય્યર 97 અને શશાંક સિંહ 44 રન બનાવી અણનમ રહ્યા. બંને વચ્ચે 81 રનની અણનમ ભાગીદારી થઈ. ઓપનર પ્રિયાંશ આર્યએ 47 રન બનાવ્યા. ગુજરાત તરફથી સાઈ કિશોરે 3 વિકેટ લીધી. જ્યારે કાગીસો રબાડા અને રાશિદ ખાનને એક-એક વિકેટ મળી. રન ચેઝમાં, ગુજરાત તરફથી સાઈ સુદર્શને 74 રન અને જોસ બટલરે 54 રન બનાવ્યા. ટીમની છેલ્લી ઓવરમાં બે વિકેટ પડી ગઈ. બન્ને ટીમની પ્લેઇંગ-11 ગુજરાત ટાઇટન્સ (GT): શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), સાઈ સુદર્શન, શાહરૂખ ખાન, રાહુલ તેવતિયા, આર સાઈ કિશોર, અરશદ ખાન, રાશિદ ખાન, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇમ્પેક્ટ સબસ્ટિટ્યુટ: શેરફન રૂધરફોર્ડ, ગ્લેન ફિલિપ્સ, ઈશાંત શર્મા, અનુજ રાવત અને વોશિંગ્ટન સુંદર. પંજાબ કિંગ્સ (PBKS): શ્રેયસ અય્યર (કેપ્ટન), પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, સૂર્યાંશ શેડગે, અઝમતુલ્લાહ ઓમરઝાઈ, માર્કો યાન્સેન, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ. ઇમ્પેક્ટ સબસ્ટિટ્યુટ્સ: નેહલ વાઢેરા, પ્રવીણ દુબે, વિજયકુમાર વૈશાખ, હરપ્રીત બ્રાર, વિષ્ણુ વિનોદ.