back to top
Homeગુજરાતપરીક્ષામાં ગેરરીતિ અટકાવવા પરીક્ષા વિભાગ એકશન મોડમાં:સ્નાતક - અનુસ્નાતકના ફાઈનલ સેમેસ્ટરના 44,254...

પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા પરીક્ષા વિભાગ એકશન મોડમાં:સ્નાતક – અનુસ્નાતકના ફાઈનલ સેમેસ્ટરના 44,254 વિદ્યાર્થીઓની 27 મીથી પરીક્ષા, 180 પરીક્ષા કેન્દ્રો પર CCTV ભાડેથી નહીં માલિકીના જરૂરી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 27 મી માર્ચથી સ્નાતક અને અનુસ્નાતકના ફાઇનલ સેમેસ્ટરના 44,254 વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે આ પરીક્ષા દરમિયાન ગેરરીતિ અટકાવવા માટે પરીક્ષા વિભાગ દ્વારા કડક નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જે કોલેજો પરથી પરીક્ષા લેવામાં આવનાર છે ત્યાં CCTV ફરજિયાત હોવા જોઈએ અને તે ભાડે લીધેલા નહીં પરંતુ પોતાની માલિકીના હોવા જરૂરી છે. આ સાથે જ CCTV કેમેરાને જે DVR સાથે જોડેલા છે તે DVR ની ઇન્ટરનેટ કનેક્ટિવિટી 10 MBPS અથવા તેથી વધુ ક્ષમતાવાળી બેન્ડ વિથ રાખવાની રહેશે. ઉપરાંત પરીક્ષા શરૂ થાય ત્યારથી 1 માસ સુધીનુ CCTV કેમેરાનું રેકોર્ડીંગ ફરજિયાત છે. જેથી કહી શકાય કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પરીક્ષા વિભાગ ગેરરિતી ડામવા માટે એક્શન મોડમાં આવી ગયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 27 મી માર્ચથી સ્નાતક સેમેસ્ટર – 6 અને અનુસ્નાતક સેમેસ્ટર – 4 ના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ રહી છે. 180 કેન્દ્રો ઉપરથી 32 કોર્સના 44,254 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામા આવશે. જેમાં બીએ રેગ્યુલર સેમ.6 માં 11,227 અને એક્સટર્નલ સેમ.6 માં 2,042 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે બી.કોમ. રેગ્યુલર સેમ.6 માં 11, 512 અને બી.કોમ. એક્સટર્નલ સેમ.6 માં 397 છાત્રો પરીક્ષા આપશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડૉ. મનિષ શાહ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં તમામ ભવનોનાં અધ્યક્ષો તથા સંલગ્ન તમામ કોલેજો/સંસ્થાનના આચાર્ય/ટ્રસ્ટીઓ જોગ જણાવવામાં આવ્યુ છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી દરેક પરીક્ષાઓમાં તમામ પરીક્ષા કેન્દ્રો પર CCTV કેમેરા રાખવા ફરજીયાત છે. CCTV કેમેરાનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે લાઇવ મોનીટરીંગ થઇ શકે તે માટે કોલેજમાં જે વર્ગખંડોમાં પરીક્ષા લેવાતી હોય તેમના CCTV કેમેરાને જે DVR સાથે જોડેલા છે તે DVR ની ઇન્ટરનેટ કનેક્ટિવિટી (10 MBPS અથવા તેથી વધુ ક્ષમતાવાળી બેન્ડ વિથ રાખવાની છે) જેથી પરીક્ષાના સમય દરમ્યાન CCTV ચાલુ રહે તે અંગેની કાળજી લેવાની જવાબદારી કોલેજ આચાર્યની રહેશે. કોલેજે આગામી પરીક્ષા માટે CCTV કેમેરા ભાડે લાવી કામગીરી ચલાવી લેવાની નથી. હજુ પણ જે પરીક્ષા કેન્દ્રોમાં CCTV કેમેરા સિસ્ટમ વિકસાવાઈ ન હોય તેઓને વિકસાવવાની રહેશે. કોઈપણ તકનીકી કારણોસર જો CCTV કેમેરા ચાલુ ન હોય અથવા પાવર સપ્લાય ન હોય અને તેવા સંજોગોમાં PGVCLની સાથે પત્ર વ્યવહાર કરેલ હોય તો તેની નકલ આપના કારણ દર્શાવતા પત્ર સાથે મોકલવાની રહેશે. પરીક્ષા દરમિયાન તમામ વર્ગખંડોમાં CCTV કેમેરાનું વીડિયો રેકોર્ડિંગ બે DVD નકલમાં 3 દિવસમાં મળી જાય તે રીતે મોકલી આપવાનું રહેશે. કોઈપણ પ્રકારની કાનૂની પ્રક્રિયા દરમ્યાન અત્રેથી જ્યારે પણ તમામ CCTV કેમેરાનું વીડિયો રેકોર્ડિંગ માગવામાં આવે ત્યારે છેલ્લા 1 માસ સુધીનું વીડિયો રેકોર્ડિંગ રજૂ કરવાનું રહેશે. આ ઉપરાંત IP એડ્રેસ બદલવાના રહેશે નહીં. એમ.એ.અંગ્રેજી, એમ.એસસી. ફિઝિકસ – ઇલેક્ટ્રોનિક્સ સેમ. 4 ની પરીક્ષા સ્પેશ્યલ કેસમાં લેવાશે!
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 27મી થી શરૂ થઇ રહેલી પરીક્ષામાં એમ.એ.અંગ્રેજી, એમ.એસસી. ફિઝિકસ – ઇલેક્ટ્રોનિક્સ સેમ. 4 ની પરીક્ષા સ્પેશ્યલ કેસમાં લેવાશે. જેમાં એમ.એ.અંગ્રેજી સેમેસ્ટર – 4 ના વિદ્યાર્થીઓએ કોર્સ પુર્ણ ન થયાની કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ યુનિવર્સિટી દ્વારા પરીક્ષા મોડી લેવાનો નિર્ણય કરવામા આવ્યો છે. હવે આ પરીક્ષા 15 એપ્રિલ આસપાસ લેવામા આવશે તેમ પરીક્ષા નિયામક દ્વારા જણાવવામા આવ્યું હતુ. બીએ સેમ. 6 માં સૌથી વધુ 13,269 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
બીએ રેગ્યુલર સેમ.6 – 11227
બીએ એક્સટર્નલ સેમ.6 – 2042
બીએ આઈડી સેમ.6 – 41
બીએસડબલ્યુ સેમ. 6 – 237
એમએસડબલ્યુ સેમ. 4 – 425
એમ. એ. ઓલ રેગ્યુલર સેમ.4 – 652
એમ. એ. ઓલ એક્સટર્નલ સેમ.4 – 1567
બીબીએ સેમ.6 – 2338
બીએચટીએમ સેમ.6 – 11
બીકોમ રેગ્યુલર સેમ.6 – 11512
બીકોમ એક્સટર્નલ સેમ.6 – 397
એમકોમ રેગ્યુલર સેમ.4 – 1853
એમકોમ એક્સટર્નલ સેમ.4 – 1531
બીસીએ સેમ.6 – 4,971
બીએસ.સી. આઇટી સેમ.6 – 399
બીએસ.સી. સેમ.6 – 1634
બીએસસી એમએસસી એપ્લાઇડ ફિઝિક્સ સેમ.6 – 09
બીએસસી એમએસસી એપ્લાઇડ ફિઝિક્સ સેમ.8 – 12
બીએસસી એમએસસી એપ્લાઇડ ફિઝિક્સ સેમ.10 – 03
એમએસસી ઓલ સેમ.4 – 770
બી. ડિઝાઇન સેમ.6 – 01
બી. ડિઝાઇન સેમ. 8 – 13
બીએસ.સી. એચ. એસ. સેમ. 6 – 215
એમએસ. સી. એચ. એસ. સેમ.4 – 31
એલ. એલ. બી. સેમ.1 – 16
એલ. એલ. બી. (2019) સેમ.6 – 57
એલ. એલ. બી. (2022) સેમ.6 – 1911
બીએ એલ. એલ. બી. સેમ.6 – 60
બીએ એલ. એલ. બી. સેમ.8 – 67
બીપીએ સેમ.6 – 25
એમ. પી. એ. (2023/24) સેમ.3 – 06
બી. આર. એસ. સેમ.6 – 124
એમ. આર. એસ. સેમ.4 – 31
બીએ બીએડ સેમ.6 – 34
પીજીડીસીએ સેમ.1 – 32
કુલ – 44254

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments